-અમેરિકાએ એફ-વન અને એચ-વનબી વિઝા સહિતની કેટલીક કેટગરીના નિયમોમાં છુટછાટનો પ્રસ્તાવ રજૂ કર્યો
-એચ-વનબી વિઝા ધારકોના જીવનસાથીને પણ નોકરી કરવાની મંજૂરી આપવાની જોગવાઈ
-એફ-વન કેટેગરીમાં સ્ટુડન્ટ્સના જીવનસાથીને પણ પાર્ટ ટાઈમ સ્ટડીની મંજૂરી
- ભારત જેવા દેશોના પ્રોફેશનલ્સને આકર્ષવાનો ઇરાદો, ૨૨મી ફેબ્રુઆરીએ અંગે સંમેલન યોજાશે
ઇમિગ્રેશન નીતિમાં વ્યાપક સુધારાની હિલચાલની વચ્ચે અમેરિકાએ કુશળ વિદેશી કાર્યદળને આકર્ષવા માટે એફ-૧ અને એચ-૧બી વિઝાના નિયમોમાં ફેરફાર સહિત વિઝા નિયમોમાં કેટલાક ફેરફારની દરખાસ્ત કરી છે. આ પગલાંથી ભારત જેવા દેશોના પ્રોફેશનલોને લાભ મળે તેવી શક્યતા છે.
આ ઉપરાંત અમેરિકાના હોમલેન્ડ સિકયુરિટી ડિપાર્ટમેન્ટે પણ જાહેરાત કરી છે કે દેશમાં ઉધ્યમશીલતા વિકસાવવા માટે ૨૨મી ફેબ્રુઆરીએ સિલિકોન વેલીમાં એક સંમેલન યોજાનારું છે. જેમાં અમેરિકી ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, શિક્ષણવિદ્ો અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. જેઓ વિદેશોમાંથી કુશળ વ્યવસાયકોને આકર્ષવા માટે દેશની ઇમિગ્રેશન નીતિમાં જરૂરી ફેરફાર અંગે ચર્ચા કરશે.
રાષ્ટ્રપતિ બરાક ઓબામા અગાઉ કહી ચૂક્યા છે કે અમેરિકા ૨૧મી સદીની આર્થિક અને સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન નિયમોમાં એવા ફેરફાર કરવાની તરફેણમાં છે જેનાથી સક્ષમ, કુશળ અને પ્રોફેશનલ આકર્ષિત થાય જેથી દેશમાં રોજગારી અને પ્રતસ્પિધૉનું વાતાવરણ ઊભું કરવામાં મદદ મળી રહે. આ પગલાંથી અમેરિકામાં નવા મૂડીરોકાણ અને નવા બિઝનેસને આકર્ષવામાં મદદ મળી રહેશે અને વિશ્વમાં સૌથી કુશળ કાર્યદળ અમેરિકા પાસે હોવાનું પુરવાર થશે. ભારતમાંથી અમેરિકા જવા માગતા પ્રોફેશનલ્સને પણ ફાયદો થશે.
ઇમિગ્રેશન નીતિમાં સૂચિત મહત્વના ફેરફાર
- એચ-૧બી વિઝાના ધારકોના પતિ અથવા પત્નીને અમેરિકામાં વર્ક પરમિટ આપવી
- એફ-૧ વિઝા એટલે કે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં શિક્ષણ લઇ રહેલા વિદેશી વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રેક્ટિકલ તાલીમ મેળવવા માટે ૧૭ મહિનાનો વધારાનો સમય આપવો
- એફ-૧ વિઝાધારકોના પતિ અથવા પત્નીને પાર્ટટાઇમ નોકરીની પરવાનગી આપવી
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.