વર્ષ 2010 દરમિયાન અમેરિકાની મુલાકાત લઈ રહેલા દરેક ભારતીયે સરેરાશ રૂપિયા બે લાખનો ખર્ચ કર્યો હતો. જેના કારણે, અમેરિકાના અર્થતંત્રને 2.86 અબજ ડોલર કમાવી આપ્યા હતા. જેના કારણે, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. તેમણે ભારત,બ્રાઝિલ, અને ચીનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તે માટે કવાયત હાથ ધરી છે. જેથી અમેરિકાનો વિશ્વના સૌથી મોટા પર્યટન સ્થળનો દરજ્જો જળવાઈ રહે.
ચીન-ભારત અને બ્રાઝિલમાંથી આવતા મુસાફરો માટે વધુ સરળ વિઝા નીતિ અપનાવવાની વાત પણ ઓબામાએ કરી હતી. જેથી વધુ અને વધુ સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળ પરથી ભારત આવે. ત્રણેય દેશોના કારણે અમેરિકામાં વર્ષ 2010 દરમિયાન 15 અબજ ડોલરની આવક થઈ હતી અને હજારો લોકોને રોજગાર મળ્યા હતા.
અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, વર્ષ 2010 દરમિયાન 6.51 લાખ ભારતીય પર્યટકોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. જે વર્ષ 2003ના આંકડા કરતા 139 ટકાનો વધારો સૂચવે છે. વર્ષ 2010ની સરખામણીમાં વર્ષ 2016માં પચાસ ટકા વધુ ભારતીયો અમેરિકાની મુલાકાત લેશે તેવો અંદાજ મુકવામાં આવે છે.
ભારતીયો મોટાભાગે વ્યવસાય-ધંધાના કારણોસર અથવા મિત્રો-સગાંને મળવા માટે અમેરિકા પહોંચ્યા હતા. લગભગ દસ ટકા કરતા ઓછા ભારતીયો જ મોજમજા કે રજા ગાળવા માટે અમેરિકા પહોંચ્યા હતા. લગભગ 33 ટકા ભારતીયો પ્રથમ વખત અમેરિકાની મુલાકાત લઈ રહ્યાં હતા. સરેરાશ ભારતીય અમેરિકામાં દોઢ મહિના માટે રહ્યો હતો અને સરેરાશ 1.8 રાજ્યની મુલાકાત લીધી હતી.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.