ત્રાસવાદી સંગઠન અલ કાયદાના નંબર-૩ રેન્ક ધરાવતા મુસ્તફા અબુ અલ-યઝીદને અમેરિકન સૈનિકોએ કરેલા મિસાઈલ હુમલામાં મોતને ઘાટ ઉતારી દેવાયો છે. ભારત પર મુંબઈ જેવા હુમલાની ધમકી આપનારા યઝીદને તેના સમગ્ર પરિવાર સાથે ખતમ કરી દેવાયો છે. છેલ્લા બે સપ્તાહથી પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં અમેરિકન મિસાઈલ હુમલામાં તેનું મોત નીપજ્યું છે.
૫૪ વર્ષીય યઝીદ શેખ સઈદ અલ મસરી તરીકે પણ ઓળખાતો હતો. તે ઓબામાનો સગો હતો. અમેરિકાના અધિકારીએ કહ્યું હતું કે ડ્રોન હુમલામાં યઝીદ અને તેના સમગ્ર પરિવારનો સફાયો થઈ ગયો છે.
અલ કાયદાએ પણ તેની જિહાદી વેબસાઈટ મારફતે આ સમાચારનું સમર્થન કર્યું છે. અલ કાયદાના જણાવ્યા અનુસાર યઝીદ, તેની પત્ની, ત્રણ દીકરી, પૌત્ર અને અન્ય કેટલાક મહિલા-પુરુષો-બાળકોનાં મોત નીપજ્યાં છે.
ગયા વર્ષે મુસ્તફા અબુ યઝીદે એક વીડિયો ટેપ જારી કરી હતી, જેમાં તેણે ચેતવણી આપી હતી કે જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. જો આમ થશે તો તેના પર મુંબઈમાં થયેલા હુમલા જેવા વધુ હુમલા તે કરશે.
*