તાજેતરમાં અમેરિકાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના ડેટ્રોઇટ શહેરમાં ત્રણ કિશોરોએ 90 વર્ષીય વૃદ્ધા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. આ પાશવી કૃત્યમાં 17 વર્ષીય મોરિસ રેનડેલ, 18 વર્ષીય એન્થની હાર્ડી અને અન્ય એક સ્થાનિક યુવક સપડાયેલા છે.
આ ત્રણેય યુવકો બળજબરીપૂર્વક આ મહિલાના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ કૃત્યથી પીડિત વૃદ્ધાના પાડોશીઓ પણ ખૂબ રોષે ભરાયા છે.
લગભગ 200 જેટલા સ્વયંસેવકો આ કેસને ઉકેલવા માટે સામે આવ્યા છે. આમાંના એક સ્વયંસેવકે જણાવ્યું હતું કે આજના કિશોરો દિશા ભૂલી ગયા છે. હવે આ સ્વયંસેવકોએ બને તેટલી ઝડપે કિશોરોને ઝડપી અને તેને દંડ અપાવવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો છે.