મોત માથે તોળાતું હોય ત્યારે માણસ હોય કે પ્રાણી, બચવા માટે મરણિયા બની જાય છે અને કોઈપણ કામમાં જે મરણિયો પ્રયાસ કરે તે જ આખરે જીતે છે. હરણનું નાનકડું બચ્ચું ઈગલ(સમડી)ના ખતરનાક નહોર તેના શરીર પર પહોંચે તે પહેલાં જ મોટી છલાંગ લગાવીને મોતને હાથતાળી આપી ગયું તેની આ તસવીર છે. સ્લોવેકિયામાં દર વર્ષે ઈગલ હંટ યોજાય છે, જેમાં શિકારીઓ તેમની ઈગલને શિકાર કરવા માટે છોડી મૂકે છે. આ ર્દશ્ય કેમેરામાં ઝડપી લેવા માટે મિલાન ક્રેસુલા નામના ફોટોગ્રાફરે ચાર દિવસ પરસેવો પાડવો પડ્યો હતો.