આલ્બર્ટ ડિસિલ્વો. એક એવો શખ્સ જેના નામથી એક સમયે બોસ્ટનની મહિલાઓ કાંપી ઉઠતી હતી. જૂન, 1962થી જાન્યુઆરી દરમિયાન આલ્બર્ટે બોસ્ટનમાં 13 મહિલાઓની હત્યા કરી હતી. જેનો સ્વિકાર ખુદ તેણે કર્યો હતો. જે 'બોસ્ટન સ્ટ્રેંગલર' તરીકે વિખ્યાત થયો હતો. જો કે, જ્યુરીએ 13 હત્યાના આલ્બર્ટના સ્વીકાર છતાં તેને માત્ર ચાર હુમલા અને લૂંટ માટે દોષિત ઠેરવ્યો હતો ! અન્ય હત્યા માટે પોલીસને તેની વિરૂદ્ધ ખાસ પૂરાવા મળ્યા ન હતા.
-આલ્બર્ટ ડિસિલ્વોએ સિરિયલ રેપ-મર્ડરનો સ્વીકાર છતાં જ્યુરીએ ન આપી સજા
-19 થી 85 વર્ષની 13 મહિલાઓ બની હતી ભોગ, ગળા પર મુક્તો હતો 'ટ્રેડમાર્ક' રિબિન
'બોસ્ટન સ્ટ્રેંગલર'નું ભયનું સામ્રાજ્ય
બોસ્ટન શહેરમાં ઘરમાં એકલી રહેતી મહિલાઓ પર એક શખ્સ ત્રાટકતો હતો. જે મહિલાઓની ઉપર જાતિય હુમલા કરતો હતો. ત્યારબાદ તેમના ગળા ઘોંટી તેમની હત્યા કરી નાખતો હતો. સામાન્ય રીતે આજુબાજુના જ પહેરવાના કોઈ વસ્ત્રથી તે શખ્સ ગળું દબાની દેતો હતો. કેટલીક પીડિતાઓના ગળાની ફરતે "ટ્રેડમાર્ક"સમી રિબિન પણ મળી આવતી હતી. હુમલાખોર શખ્સે 19 વર્ષીય યુવતિ થી લઈને 85 વર્ષના મહિલાને તેના ભોગ બનાવ્યા હતા. હુમલાઓના ઘટનાક્રમના કારણે મહિલાઓ ભયભીત બની ગઈ હતી. તેઓ સાથે એમોનિયમ અને પેપરના સ્પ્રે રાખતી હતી. તો કેટલીક મહિલાઓ 'ટીયર ગેસ બોમ્બ' પણ રાખતી હતી.
આલ્બર્ટની 'ટ્રાયલ'
સામાન્ય રીતે ખટલો ચાલે ત્યારે આરોપીના વકીલ દ્વારા એવો પ્રયાસ કરવામાં આવતો હોય છે કે, તેનો અસીલ નિર્દોષ છૂટી જાય. જો કે, આલ્બર્ટ ડિસિલ્વોના વકીલ એફ. લી બેલીએ સાત દિવસની ટ્રાયલ દરમિયાન એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે, તેનો અસીલ હત્યાનો દોષિત છે. આથી, તેને માનસિક રીતે અસ્થિર ગણીને મનોચિકિત્સા માટે જીંદગીભર માટે હોસ્પિટલમાં મોકલી દેવો જોઈએ.
બેલીએ એવું પણ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે, આલ્બર્ટ ડિસિલ્વો 'નિયંત્રણ બહાર'નો છે. આથી તેને જો જેલમાં મોકલવામાં આવશે તો તે ક્રૂર સજા હશે. તેણે તેર હત્યાઓ નિપજાવી હતી. જો કે, જ્યુરીએ ડિસિલ્વોને માનસિક રીતે સક્ષમ શખ્સ ઠેરવ્યો હતો અને ઠેરવ્યું હતું કે, ''તે માનસિક રીતે સક્ષમ છે અને જ્યાર સુધી જીવે અથવા જ્યાર સુધી મનોચિકિત્સા તેને સાજો ન કરી શકે. ''
ડિસિલ્વોએ કહ્યું હતું કે, ''હું ઘરે જતો અને જે કાંઈ મેં કર્યું હોય તેને ટીવી પર નિહાળતો હતો. ત્યારબાદ બાળકની જેમ રડતો હતો. '' ડિસિલ્વોના પોલીસ રેકોર્ડમાં ઘરફોડીનો જ ગુનો નોંધાયેલો હોવાતી જ્યારે રેપના આરોપીને ખોળવા માટે તજવીજ હાથ ધરી ત્યારે ડિસિલ્વો પર શંકા ગઈ ન હતી.
આલ્બર્ટનું મોત
જાન્યુઆરી તા. 18, 1967ના જ્યુરીએ આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, ફેબ્રુઆરી મહિનામાં તે અન્ય બે શખ્સો સાથે બ્રીજવેર સ્ટેટ હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ તેણે એક ચિઠ્ઠી સુપ્રિટેન્ડન્ટના નામે લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, હોસ્પિટલની સ્થિતિ અને પોતાની સ્થિતિ અંગે લોકોનું ધ્યાન દોરવા માટે તે નાસી છૂટ્યો હતો. ત્યારબાદ વકીલને સાથે રાખી તેણે આત્મસમર્પણ કરી દીધું હતું. અહીંથી તેને વોલપોલ હાઈસિક્યુરિટી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. છ વર્ષ બાદ જેલમાં તેની લાશ મળી આવી હતી. વિન્ટર હિલ ગેંગ સાથે સંકળાયેલા રોબર્ટ વિલ્સનની સામે ખટલો માંડવામાં આવ્યો હતો. પરંતુ, જ્યુરીના વિરોધાભાસી મતના કારણે, તેને દોષિત ઠેરવી શકાયો ન હતો. આલ્બર્ટ ડિસિલ્વોની હત્યામાં કોઈ પકડાયું નહીં અને આ કેસ બની ગયો ઈતિહાસ.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.