અમેરિકાના ચેટ શોના હોસ્ટ હે લેનો સામે ભારતીય મુળના અમેરિકન રણદીપ ધિલ્લોને કેસ દાખલ કર્યો છે. 'વંશીય' ટિપ્પણી કરવાના આરોપ સબબ લોસ એન્જલ્સની ઉચ્ચ અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
-એનબીસીના મુખ્ય કાર્યાલયની સામે શીખો દ્વારા વિરોધ દર્શાવવા માટે રેલી યોજાશે
-તા. 2 ફેબ્રુઆરીના યોજાશે રેલી
-ફેડરલ કોમ્યુનિકેશન કમિશનમાં પણ દાખલ કરવામાં આવી ફરિયાદ
દાવામાં જે લેનોના અગાઉના કૃત્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2007માં તેણે શીખોની પાઘડી પર ટિપ્પણી કરતા 'ડાયપર હેડ' ગણાવી હતી. હોસ્ટ લેનો ઉપરાંત તેના કાર્યક્રમને પ્રસારિત કરનારી ચેનલ એનબીસી સામે પણ પગલા લેવાની માંગ કરવામાં આવી છે. શીખોના અન્ય એક સમુહે ફેડરલ કોમ્યુનિકેશન કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી છે. જે લેનોની ટિપ્પણી 'અપમાનજનક, વંશીય અને ભેદભાવપૂર્ણ' હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ સાથે જ ચેનલ અને કાર્યક્રમના હોસ્ટ સામે નિષેધાત્મક આદેશો લાદવાની પણ માંગ કરવામાં આવી છે.
તા. 2 જાન્યુઆરીના એનબીસીના મુખ્ય કાર્યાલયની સામે શીખો દ્વારા વિરોધ દર્શાવવા માટે રેલી પણ આયોજીત કરવામાં આવી છે. સુવર્ણ મંદિરના અપમાનથી શીખો પર લાગેલા વર્ષ 1984ના ઓપરેશન બ્લુસ્ટારના ઘાવ તાજા થઈ જતા હોવાનું ઉમેરવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા આ બાબતને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ગણાવવામાં આવી છે. જ્યારે ભારતના વિદેશાં રહેતા ભારતીયોની બાબતોના પ્રધાન વેલ્લાયર રવિએ અમેરિકા ખાતે ભારતના રાજદુત નિરૂપમા રાવને આ મુદ્દે ઘટતું કરવા સૂચના આપી છે. તેમણે દક્ષિણ એશિયા બાબતોના અમેરિકાના રાજદુત રોબર્ટ બ્લેક સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, લેનોએ શીખોના પવિત્ર ધર્મ સ્થાન સુવર્ણ મંદિરને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીટ રોમીનું સંભવિત 'વેકેશન હોમ' ગણાવી શીખોની ધાર્મિક ભાવના સાથે ચેડા કર્યા હતા. સેલિબ્રિટિ વેબસાઈટ ટીએમઝેડના કહેવા પ્રમાણે, 'અચોક્કસ' રકમના વળતરનો દાવો માંડવામાં આવ્યો છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.