વોશિંગ્ટન. મહારાષ્ટ્રના એક શિક્ષકની પસંદગી અમેરિકન અંતરિક્ષ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. તેઓ અમેરિકન સ્પેસ ફાઉન્ડેશનના 2012 ફ્લાઇટ ઑફ ટીચર લાઇજન્સ કાર્યક્રમ માટે પસંદગી પામ્યા છે.
- મહારાષ્ટ્રમાં વિદ્યા વૈલી શાળાની શિક્ષક વંદના સૂર્યવંશી માધ્યમિક શાળામાં ભણાવી રહી છે
- પાછલા 20 વર્ષોથી જીવ વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન ભણાવી રહ્યાં છે
- સ્પેસ ફાઉન્ડેશન ટીચર લાઇજન્સ કાર્યક્રમમાં 270થી વધારે સહભાગીઓ હાજરી આપશે
- આ સહભાગીઓ તેના વર્કશોપ અને શિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લેશે
મહારાષ્ટ્રમાં વિદ્યા વૈલી શાળાની શિક્ષક વંદના સૂર્યવંશી માધ્યમિક શાળામાં ભણાવી રહી છે. તેઓ પાછલા 20 વર્ષોથી જીવ વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન ભણાવી રહ્યાં છે.
તેમની સાથે 19 અન્ય શિક્ષકોની પસંદગી પણ અંતરિક્ષ તેમજ વિજ્ઞાન શિક્ષાના આ કાર્યક્રમ માટે કરવામાં આવી છે. આ શિક્ષકોની પસંદગી અંતરિક્ષ તેમજ સેના પ્રતિનિધિઓની સમિતિએ કર્યો છે.
સ્પેસ ફાઉન્ડેશન ટીચર લાઇજન્સ કાર્યક્રમમાં 270થી વધારે સહભાગીઓ હાજરી આપશે. આ કાર્યક્રમ સ્વરૂપે 16 થી 19 એપ્રિલ વચ્ચે કોલોરાડો ના કોલોરાડો સ્પ્રિંગ્સ સ્થિત ધ બ્રોડમૂર હોટલમાં 28માં રાષ્ટ્રીય અંતરિક્ષ સમ્મેલનનુ આયોજન કરવામાં આવશે. આ સહભાગીઓ તેના વર્કશોપ અને શિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લેશે.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.