ઇરાનના સંદિગ્ધ પરમાણુ કાર્યક્રમના મુદ્દે ઉઠેલા નવા વિવાદોની વચ્ચે અમેરિકાનું એક વિમાનવાહક યુદ્ધજહાજ અરબ સાગરમાં પહોંચ્યું છે. એક બીજા યુદ્ધજહાજની ત્યાં જવા રવાના થવાની ખબર મળે છે.
અમેરિકાના રક્ષા મંત્રાલયના પ્રવક્તા કેપ્ટન જ્હોન કર્બીએ આ જાણકારી આપી છે. જો કે તેમણે આની પાછળ ઇરાનની સાથે ઉપજેલા તણાવને કારણ માનવાનો ઇન્કાર કરતા જણાવ્યુ છે કે અમેરિકા નિયમિત રીતે અરબ સાગરમાં પોતાની નેવીને મૂકતું આવ્યું છે.
બીજી બાજુ અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને કહ્યું છે કે હોરમુઝ જળસંધિને બંધ કરવાની ઇરાનની ધમકી આક્રમક અને ખતરનાક છે. વોશિંગ્ટન અને તેના સહયોગી તેને ખુલ્લી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
કતારના પ્રધાનમંત્રીની સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં હિલેરીએ કહ્યું હતું કે એ વાતને સ્પષ્ટ રીતે સમજી લેવી પડશે કે ગયા સપ્તાહે ઇરાને કરેલી જાહેરાત ચિંતાનો વિષય છે. દરમિયાનમાં જ ઇરાનના પરમાણુ વૈજ્ઞાનિક મુસ્તફા અહેમદી રોશનની બોમ્બ હુમલામાં થયેલી મોત પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના વિદેશ વિભાગે ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.