- વિદ્રોહીઓ પર થઇ રહ્યા છે અમાનુષી અત્યાચાર, થાય છે અંધાધૂંધ ફાયરિંગ
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દ્વારા વિદ્રોહીઓ પર કરાઇ રહેલા અત્યાચારોનો ખુલાસો ધીરે-ધીરે થઇ રહ્યો છે. પોતાના નેતા દ્વારા દ્રારા અપાયેલા ક્રુર આદેશોથી ગભરાઇને બશર છાવણી છોડી ચૂકેલા સૈનિકોએ પોતાની વ્યથા માનવાધિકાર સંગઠનોને સંભળાવી છે.
બશર છાવણી છોડી ચૂકેલા એક સીરિયન સૈનિકે વર્ણવેલી હકીકત ખરેખર રૂંવાડા ખડા કરી દેનારી છે. સૈનિકે કહ્યું કે "અમે અંધાધૂંધ ફાયરિંગ કરીને લોકોને મારી રહ્યા હતા. એક સમય તો એવો આવ્યો કે જ્યારે અમે માત્ર 15 મિનિટમાં 8 વ્યક્તિઓને મારી નાંખ્યા. તે વિદ્રોહીઓ પાસે કોઇ હથિયાર નહતું અને તેઓ અમારા તરફ પથ્થર ફેંકવાનો પ્રયત્ન પણ કરતા નહતા. બસ તે જ ક્ષણે જે સેના છોડી દેવાનો નિર્ણય લઇ લીધો અને વિદ્રોહીઓ તરફ દોડી ગયો."
સૈનિકે કહ્યું કે "અમે એક હોસ્પિટલ બહાર તૈનાત હતા. ત્યાં અંદાજે 1500 પ્રદર્શનકારીઓ આવી ગયા. તેઓ હોસ્પિટલમાં રહેલા એક ઘાયલ પ્રદર્શનકારીને છોડવાનો શાંતિપૂર્વક આગ્રહ કરવા લાગ્યા. ચેકપોસ્ટ પર અમે કુલ 85 સૈનિકો હતા. અમારી પાસે મશીનગનવાળી જીપ હતી. જ્યારે પ્રદર્શનકારીઓ માત્ર 100 મીટર દૂર હતા ત્યારે અમે ધડાધડ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. "
બશરની બર્બરતાથી ડરીને આ સૈનિકની જેમ અન્ય 63 સૈનિકો પણ ભાગીને પાડોશી દેશમાં જતા રહ્યા છે. માનવાધિકાર સંગઠનોએ આ દરેક સૈનિકના અનુભવોને રેકોર્ડ કરી લીધા છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.