આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝની જર્મનીનાં સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથેની તસવીર. આ મુલાકાત સમયે હિટલરે ખૂબ શરમમાં મૂકાવું પડ્યું હતું. આ શરમ હિટલરની ચર્ચિત આત્મકથા મેઇન કેમ્ફને લીધે થઇ હતી. આ પુસ્તક ભારત અને ભારતીયો વિશે ખૂબ જ ખરાબ વાતો લખાઇ હતી. જ્યારે નેતાજીએ આ વાતોનો ઉલ્લેખ હિટલર સામે કર્યો અને નારાજગી વ્યક્ત કરી, ત્યારે હિટલરે માફી માંગી. નેતાજી નારજ થતાં હિટલરે વિવાદિત અંશો હટાવવાનું વચન આપ્યું હતું.
1944માં અમેરિકી પત્રકાર લુઇ ફિશર સાથે વાત કરતાં ગાંધીજીએ સુભાષચંદ્રને દેશભક્તોનાં દેશભક્ત કહ્યા હતાં. બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897નાં રોજ કટક ખાતે થયો હતો. તેઓ બંગાળી પરિવારમાં જન્મ્યા હતાં. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે અંગ્રેજોની વિરૂદ્ધ લડવા માટે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી.
આઝાદ હિંદ સેના જાપાનનાં સહયોગથી બનાવી હતી. જાપાની પણ તે સમયે દ્વિતીય વિશ્વયુદ્ધમાં કૂદી ચૂક્યું હતું. નેતાજીને 11 વખત જેલની સજા ભોગવવી પડી હતી. 1941માં ઘરમાં નજરબંધ કરાયા પછી તેઓ વેશ બદલીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, રશિયા થઇને જર્મની પહોંચી ગયા હતાં. ત્યારે બીજા વિશ્વયુદ્ધનો સમય હતો અને નાઝી સરમુખત્યાર હિટલરથી દુનિયા કાંપતી હતી.
આગળ જુઓ, હિટલર-બોઝની દુર્લભ તસવીરો અને વાંચો તે તસવીર પાછળની કહાની