Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

સ્ટુડન્ટ વિઝાના નામે ‘સેક્સની ડીગ્રી’ લઈ રહી છે વિદ્યાર્થિનીઓ

 
Source: Agency, Melbourne   |   Last Updated 9:20 PM [IST](01/09/2010)
 
 
 
 
 
ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે હાલમાં જ એક કૌંભાડનો પર્દાફાશ કર્યો છે. ડિપાર્ટમેન્ટને માલુમ પડ્યું હતું કે એશિયાના અમુક દેશોમાંથી મહિલાઓ સ્ટુડન્ટ વિઝા પર આવીને અહીં દેહ વિક્રયનો ધંધો કરી રહી છે. ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ આવી રીતે સેક્સ ટ્રેડમાં સંડોવાયેલી અનેક એશિયન મહિલાઓની ધરપકડ કરી છે.

ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં માલુમ પડ્યું છે કે આ મહિલાઓ એક અઠવાડિયામાં 10, 000 ડોલર જેટલી કમાણી કરતી હતી. તેમજ આ મહિલાઓ એક વેબસાઈટ મારફતે જાપાન, સાઉથ કોરિયા અને ચીનમાંથી નવી યુવતીઓ આવી હોવાની જાહેરાત પણ કરતી હતી.

અધિકારીઓને માલુમ પડ્યું હતું કે આ મહિલાઓ સ્ટુડન્ટ વિઝા પર અહીં આવી હતી. અહીં આવ્યા બાદ તે ભણવાને બદલે સેક્સ બિઝનેસમાં જોડાઈ જતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં આવતી મહિલાઓ 12 કલાકની શિફ્ટમાં કામ કરે છે. તેમજ અમુક કિસ્સામાં મૂળ મહિલાના બદલામાં કોઈ અન્ય યુવતી અભ્યાસ કરી રહી હોય છે. જ્યારે મૂળ મહિલા સેક્સના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે.

અધિકારીઓને માલુમ પડ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલી અમુક વેશ્યાઓમાંથી અમુકે ઈમિગ્રેશન એજન્ટોને લાંચ આપીને સ્ટુડન્ટ વિઝા મેળવ્યા હતાં. સેક્સ વર્કર તરીકે કામ કરવા આવતી મોટા ભાગની મહિલાઓ પોતાના દેશમાં પણ સેક્સ વર્કરનું જ કામ કરતી હતી. પરંતુ વધારે પૈસાની લાલચમાં આહીં આવી હતી. આ ઉપારંત અધિકારીઓને એવું પણ માલુમ પડ્યું હતું કે કુટણખાનાના માલિકો વધારે પૈસાની લાલચ આપીને મહિલાઓ પાસે અસુરક્ષિત સેક્સ પણ કરાવતા હતાં.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.