અમેરિકા ભારતીય મુસ્લિમ પરિષદે ગુરૂવારે અમેરિકી મૂળના ભારતીય હિંદુ સમુદાયને અપીલ કરી છે કે તે સાધ્વી ઋતુંભરાના નફરત ફેલાવનારા ભાષણોથી પોતાને દૂર રાખે.
પરિષદ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં રહેનારા ભારતીય મૂળના નાગરિકોએ પોતાનું ધ્યાન ભારત અને અમેરિકાના સુધરતા જતા સબંધો પર રાખવું જોઇએ. આ ઉપરાંત નિવેદનમાં મસ્જિદ અને મંદિરથી સદભાવના અને ઉન્નતિની ભાવનાનો પ્રચાર કરીને અને નફરતની ભાવના તિરસ્કાર કરવા માટે જણાવવામાં આવ્યું છે.
કાઉન્સિલે ઋતુંભરાના પહેલાના પ્રવાસનું ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે તે સમયે તેમણે વ્યાપક પ્રમાણમાં વિવાદનો જન્મ આપ્યો હતો અને હાલમાં જ ભારતીય અદાલતમાં સાધ્વીની ધાર્મિક હિંસાને ઉત્તેજન આપે છે, તે પ્રકારના કેસનો સામનો કરી રહિ છે.