
બ્રિટનના સાહસિક રોબર્ટ સ્કોટ તા. 17 જાન્યુઆરી 1912ના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો હતો. તેના અભિયાનના સો વર્ષ બાદ કેટલીક અદ્દભૂત તસવીરો નેશનલ જીયોગ્રાફિક દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. ટેરા નોવા અભિયાન હેઠળ સ્કોટ પૂર્ણપણે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો ન હતો. તેણે એન્ટાર્કટિકા ખંડમાં કિનારા પર એક ઝૂંપડી બનાવીને વૈજ્ઞાનિકોના કામ, અસામાન્ય જંગલી જીવ અને આજુબાજુના વિસ્તારની તસવીરો ખેંચી હતી.
સ્કોટ અને તેની ટીમ દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ હતી કે, અગાઉ નોર્વેનો સાહસિક રોનાલ્ડ એમન્ડસન ત્યાં પહોંચ્યો હતો. તે તા. 16 ડિસેમ્બર 1911ના પહોંચ્યો હતો. માર્ચ 1912ના અંત ભાગ સુધીમાં સ્કોટની સમગ્ર ટીમ મોતને ભેટી હતી. ખૂબ જ ઠંડી અને પૂરવઠાનો અભાવએ ટીમના મોતના કારણ બન્યા હતા.
(તસવીર સૌજન્ય- નેશનલ જીયોગ્રોફિક)








