જોહાનીશબર્ગ.દક્ષિણ આફ્રિકના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે તેઓએ 1.35 મીલિયન કોન્ડોમ્સની રિકોલિંગ કરી રહ્યા છે. આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટીના શતાબ્દી સમારંભ વખતે તેઓએ કહ્યું કે એવી ખાસ્સી ફરિયાદો મળી હતી કે આ કોન્ડોમ્સ સંભોગ દરમિયાન તૂટી જતા હતા.
એઇડ્સ કાર્યકર્તા સેલો મોખાલીપીએ એવી ફરિયાદ કરી હતી કે લોકો તેમના ટ્રિટમેન્ટ એક્સન કેમ્પેન ઓફિસ પર આવીને એવી ફરિયાદ કરી છે કે આ કોન્ડોમ્સ તૂટી જાય છે.
- જ્યારે આ કોન્ડોમ્સને પાણીમાં ડુબાડવામાં આવ્યા ત્યારે તે લીકેજ હોવાનું સામે આવ્યું - વિભાગે સાઇન્ટિફિક રિસર્ચ કર્યા પછી આ કોન્ડોમ્સને પરત લેવાનો નિર્ણય કર્યો - આ સમારંભમાં દસ હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો - દક્ષિણ આફ્રિકામાં એડ્સ પીડિતોની સંખ્યા દુનિયાના સૌથી વધારે છે
તેઓએ કહ્યુ કે જ્યારે આ કોન્ડોમ્સને પાણીમાં ડુબાડવામાં આવ્યા ત્યારે તે લીકેજ હોવાનું સામે આવ્યું.
પ્રાતીય સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા જાબુ એમ બાલુલાએ કહ્યું કે ગયા મંગળવારે તેમના વિભાગે સાઇન્ટિફિક રિસર્ચ કર્યા પછી આ કોન્ડોમ્સને પરત લેવાનો નિર્ણય કર્યો છે.
તેઓને આ વાતની સ્પષ્ટ જાણકારી નહોંતી કે રિકોલ કર્યાના બે અઠવાડિયાથી અત્યાર સુધીમાં કેટલા કોન્ડોમ્સ રિકવર થઈ શક્યા છે. આ સમારંભમાં દસ હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં એડ્સ પીડિતોની સંખ્યા દુનિયાના સૌથી વધારે છે.