Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Bhaskar Gyan
 

ફિલ્મી નહીં અસલી સ્ટોરી, રોબોટે બચાવ્યા અનેકના જીવ!

 
Source: Agency   |   Last Updated 12:49 PM [IST](03/01/2012)
 
 
 
 
 

બગદાદઃ વાત એક એવા રોબોટની જે ફિલ્મી નહીં પણ અસલી છે અને જેણે ઈરાકમાં અસમાન્ય કામગીરી દર્શાવીને અનેકના જીવ બચાવ્યા છે. ‘સ્કૂબી ડૂ’ નામના આ રોબોટે ઈરાક અને અફઘાનિસ્તાનમાં અનેક બોમ્બ ડિફ્યુઝ કર્યા હતા, જો કે અંતે એક બોમ્બ ડીફ્યુઝ કરવા જતા થયેલા વિસ્ફોટમાં આ રોબોટનો નાશ થયો હતો. એક મશીન હોવા છતાં પણ અમેરિકી સૈનિકોને આ રોબોટ પ્રત્યે લગાવ થયો હતો અને તેના ‘મોત’ બાદ સૈનિકોએ મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો.


આઈરોબોટ પેકબોટ ટાઈપના આ રોબોટનું વજન 60 પાઉન્ડ હતું અને તેનું મુખ્ય કામ સર્વેલન્સ તથા બોમ્બ ડિસ્પોઝલનું હતું. આ રોબોટમાં ચાર કેમેરા ફીટ કરાયેલા હતા. આ રોબોટે અત્યાર સુધીમાં 19 બોમ્બ નાકામ બનાવ્યા હતા.


ઈરાક સ્થિત અમેરિકી આર્મીના નેવી એક્સપ્લોઝીવ યુનિટ દ્વારા આ રોબોટને ઉપયોગમાં લેવામાં આવતો હતો. દરેક સફળ મિશન બાદ અમેરિકી સૈનિકો રોબોટના માનમાં સેલિબ્રેશન કરતા હતા. જો કે હાલમાં જ એક મિશનને  સફળ બનાવવામાં રોબોટ નિષ્ફળ નિવડ્યો હતો તથા બોમ્બની આઈઈડી ડિવાઈસને ડિફ્યુઝ કરી શક્યો ન હતો.


હવે ‘સ્કૂબી ડૂ’ના અવશેષો અમેરિકાના મેસેચ્યુએટ્સ સ્થિત બેડફોર્ડ મ્યુઝિયમમાં રાખવામાં આવશે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.