અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસ પર મંગળવારે સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓના કહેવા પ્રમાણે, વોશિંગ્ટન ખાતે ઓક્યુપાય વોલ સ્ટ્રીટ ચળવળના કાર્યકરોએ આ કૃત્યને અંજામ આપ્યો હોય શકે છે.
-વ્હાઈટ હાઉસ પર ફેંકાયો 'સ્મોક બોમ્બ'
-બે મહિનામાં બીજી વખત હુમલો
-મિશેલના 48મા જન્મદિવસ પર ઘટી ઘટના
-'ઓક્યુપાય'ના ચળવળકારો પર શંકા
સિક્રેટ સર્વિસના પ્રવક્તાના કહેવા પ્રમાણે, ''વ્હાઈટ હાઉસને ઓક્યુપાયના ચળવળકારોમાંથી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. લગભગ એક હજારથી પંદરસો જેટલા લોકોએ વ્હાઈટ હાઉસને ઓક્યુપાય કરવા માટે કૂચ કરી હતી. જો કે, સિક્રેટ સર્વિસના અધિકારીઓએ તેમને શાંતિપૂર્ણ રીતે વિખેરી નાખ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે જેમ થાય છે, તેમ રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનની આજુબાજુ નાનો અમસ્તો ખતરો જણાતા ફરતે કોર્ડન કરી લેવામાં આવ્યું હતું. મિશેલ ઓબામાના 48મા જન્મદિવસ હોવાથી સુરક્ષા એજન્સીઓ વિશેષ સતર્કતા વર્તી રહ્યાં છે. જો કે, મિશેલના બર્થ-ડેની પાર્ટીમાં ભાગ લેવા માટે ઓબામા દંપતિ પાસેના એક રેસ્ટોરન્ટમાં ગયું હતું. જેથી સ્મોક બોમ્બ ઝિંકાયો ત્યારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ કે ફર્સ્ટ લેડી ન હતા.
ત્રણ અઠવાડિયાના શિયાળુ વેકેશન બાદ અમેરિકાના સાંસદોએ 'ઓક્યુપાય'ના ચળવળકારોનો સામનો કરવો પડ્યો હતો. જેમણે અમેરિકાના કેપિટલ બિલ્ડિંગને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેઓ રાજકારણ પરથી ઉદ્યોગગૃહોની અસરને દૂર કરવાની માંગ કરી રહ્યાં હતા. જો કે, પોલીસ અધિકારીઓએ તેમને આગળ વધતા અટકાવ્યા હતા. કડકડતી ઠંડી છતાં, મોટાપાયા પર દેખાવકારો એકત્ર થયા હતા. તેમણે સાંસદો સમક્ષ માંગ કરી હતી કે, તેઓ બહાર નીકળે અને પ્રજાને સાંભળે. કેપિલટ પોલીસના કહેવા પ્રમાણે, ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, ત્રણની ધરપકડ પોલીસ લાઈન ક્રોસ કરવા માટે કરવામાં આવી હતી. જ્યારે ચોથા શખ્સે પોલીસ સાથે મારપીટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વ્હાઈટ હાઉસના પરિસરમાં ગોળીબાર થયો હતો. અને બિલ્ડિંગના કાચમાંથી એકે-47ની ગોળી પણ મળી આવી હતી. આ અંગે પણ સિક્રેટ સર્વિસને તત્કાળ સફળતા મળી ન હતી.
તમારો મત
આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.