એક ગાયક માટે આનાથી આશ્ચર્યજનક આવિષ્કાર બીજો શું હોઈ શકે જ્યારે તેનો પોતાનો અવાજ અને માઇક્રોફોનનો ઉપયોગ કરીને નવો આવિષ્કાર સર્જી શકે.
ફ્રોરિડાના ટેલાહેસી સ્થિત 23 વર્ષિય ગાયક કલાકાર Nick McKaigએ એક કાપેલા સિંપ્સન્સ થીમ ટ્યૂન સોંગનું આઉટ્રેજીઅસ વર્ઝન લૉન્ચ કર્યું છે.
- તેણે આ આક્રમક સોન્ગ 30 જુદા-જુદા અવાજોમાં પ્રસ્તુત કર્યું છે
- આ મારા તરફથી Matt Groening અને મારો પ્રિય ટીવી શોને શ્રદ્ધાંજલી છે
- આ રેકોર્ડિંગમાં 100% શ્વર છે અને 100% મારા અવાજમાં ગવાયેલુ છે
- દક્ષિણ કેલેફોર્નિયા વિશ્વવિદ્યાલયથી તેઓએ મ્યૂઝિકમાં ગ્રેજ્યૂએશન મેળવ્યું છે
તેણે આ આક્રમક સોન્ગ 30 જુદા-જુદા અવાજોમાં પ્રસ્તુત કર્યું છે, અને તેના યૂ-ટ્યૂબ વીડિયો ઉપર 1 લાખથી વધારે લોકોએ તેને સાઁભળ્યું છે.
તેણે કહ્યું કે "આ મારા તરફથી Matt Groening અને મારો પ્રિય ટીવી શોને શ્રદ્ધાંજલી છે. આ રેકોર્ડિંગમાં 100% શ્વર છે અને 100% મારા અવાજમાં ગવાયેલુ છે."
યુટ્યૂબ ઉપર પોસ્ટ થયેલી કમેન્ટ્સમાં દર્શકોએ તેના મૂળ ગાયન કરતા આ ગીતને વધારે સારૂ ગણાવ્યું છે. McKaig 10 વર્ષના હતા ત્યારથી જ ગીત ગાવાની શરૂઆત કરેલી, અને તેઓએ એક સ્થાનિક ઓર્ક્રેસ્ટ્રામાં વાયોલીન વગાડવાનુ કામ કર્યું.
13 વર્ષની ઉંમરે તે કમ્પોઝિંગ અને કન્ડક્ટિંગ શીખી ગયા અને દક્ષિણ કેલેફોર્નિયા વિશ્વવિદ્યાલયથી તેઓએ મ્યૂઝિકમાં ગ્રેજ્યૂએશન મેળવ્યું.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.