પાકિસ્તાનની પૂર્વ સંચાર પ્રધાન સેરી રહેમાનને અમેરિકા ખાતે પાકિસ્તાનના રાજદુત નિમવામાં આવ્યા છે. વડાપ્રધાન ગિલાની દ્વારા આ અંગે ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. તેઓ હક્કાનીનું સ્થાન લેશે, જેમણે આવેદનપત્ર વિવાદના કારણે રાજીનામું આપવું પડ્યું હતું.
-સેરી રહેમાન અમેરિકા ખાતેના પાકિસ્તાનના રાજદુત જાહેર
-ઈશ નિંદાની ટીકા કરવા બદલ વ્હોરી લીધો હતો રોષ -સ્વ. ભુટ્ટોની નજીક હતા રહેમાન
સેરી રહેમાને ગિલાની સાથે મુલાકાત કરી હતી. જેના તૂર્ત બાદ આ અંગેનું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. રહેમાનને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની ખૂબ નજીક માનવામાં આવે છે. ઈશ નિંદાના કાયદા અંગે ટિપ્પણી કરવા બદલ તેમણે કટ્ટરવાદીઓનો રોષ વ્હોરી લેવો પડ્યો હતો. એક સમયે તેમણે દેશ છોડવાની પણ તત્કાલીન ગૃહપ્રધાન મલિકે તાકિદ કરી હતી.
આ પદ માટે સૈન્યની નજીક હોય તેવા ઉમેદવારો પણ દોડમાં હતા. જો કે, આસિફ ઝરદારીએ સ્વતંત્ર વિચારોવાળી વ્યક્તિને વિદેશપ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. નિષ્ણાતોના મતે ઝરદારીનું આ પગલું એ વાતનું સૂચક છે કે, અમેરિકા સાથેના સંબંધોને જાળવી રાખવા માટે સ્વતંત્ર વિચારોવાળી વ્યક્તિને આગળ કરવામાં આવી રહી છે.
તમારો મત
શું તમને લાગે છે કે, પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે કથળતા જતા સંબંધોને સેરી રહેમાન સુધારી શકશે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.