લીબિયાના સરમુખત્યાર ગદ્દાફીના મોત બાદ તેના પરિવારની કાળી કરતૂતો ધીરે-ધીરે બહાર આવી રહી છે. તાજેતરમાં થયેલા એક ખુલાસા પ્રમાણે સૈફ અલ ઇસ્લામની પત્ની હોવાનો દાવો કરનારી એક મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે સૈફ શોખીન મિજાજી વ્યક્તિ છે અને તેની સાથે મારઝુડ કરતો હતો.
નાદિયા નામની આ મહિલાનો દાવો છે કે તે અને સૈફ મોસ્કોમાં એક ક્લબમાં મળ્યા હતા. નાદિયાનું કહેવું છે કે સૈફ સાથે નિકાહ કરવા માટે તેણે પોતાના કોમાર્યને બીજીવાર મેળવવાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું.
"ડોક્ટરે સૈફના પરિવારને ભરોસો આપ્યો કે હું નિકાહ માટે પાક છું બાદમાં મે ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો." તેમ નાદિયાએ કહ્યું.
યુક્રેનના એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં નાદિયાએ કહ્યું કે "હું એક સામાન્ય પરિવારજનની જેમ સૈફ સાથે રહેવા માંગતી હતી પરંતુ તે પોતાની પ્રેમિકાઓ સાથે મસ્તી કરતો રહેવા માંગતો હતો."
નાદિયા પાસે સૈફ સાથેના નિકાહનો કોઇ પૂરાવો નથી પરંતુ તેના આ નિવેદનને રશિયા અને યુક્રેનમાં ઘણી ગંભીરતાથી લેવાઇ રહ્યું છે. નાદિયાનું કહેવું છે કે નિકાહના બે વર્ષ બાદ જ બન્નેએ તલ્લાક લઇ લીધા હતા. જો નાદિયાનો દાવો સાચો ઠરે તો તે સૈફ વિરૂદ્ધ એક મહત્વની સાક્ષી બની શકે તેમ છે.
પોતાની વ્યથા વ્યક્ત કરતાં નાદિયાએ કહ્યું કે "અમારૂ ઘર એક ઘર ઓછું અને વેશ્યાલય વધુ હતું. ચોતરફ તેના મિત્રો જ અને ઘણી બધી મહિલાઓ જ રહેતી હતી. ઇસ્લામ કબૂલવા છતાં અને નિકાહ કહ્યા હોવા છતાં તે લોકો મને પરિવારના સભ્યના રૂપમાં જોતા નહતા. સૈફને ડ્રગ્સ લેવાની આદત છે. નશો કર્યા બાદ તે હોશમાં રહેતો નહતો અને મારઝુડ કરવા લાગતો હતો. તેનો વ્યવહાર ઘણો વિચિત્ર હતો. સેક્સ માટે સૈફ પશુઓ જેવો બની જતો હતો. તે જાહેર જગ્યાએ મારી સાથે સંબંધો સ્થાપિત કરવા માંગતો હતો."
બન્ને વચ્ચેના સંબંધનો અંત કેવી રીતે આવ્યો તે અંગે નાદિયાએ કહ્યું કે "અમે બન્ને એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા જ્યાં અમારી વચ્ચે કોઇ વાત પર બોલાચાલી થઇ ગઇ ત્યારબાદ સૈફે મિજાજ ગુમાવતાં મને બારીમાંથી બહાર ફેંકી દીધી. હું 47 દિવસો સુધી કોમામાં રહી હતી. સૈફની આ હરકતને લીધે ગદ્દાફી ઘણા ગુસ્સે થયા હતા. આ હરકતને લીધે ક્યાંક પરિવારનું નામ ખરાબ ન થઇ જાય તે ડરથી તેમણે સૈફને દૂર રણમાં મોકલી દીધો હતો."
- તમારો મત
આ અંગે તમે શું માનો છો? નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.