બ્રિટનના વડાપ્રધઆન ડેવિડ કેમરૂનના કહેવા પ્રમાણે, પત્ની સમંથા સાથેની સુહાગરાત તેમને દરેક મિનિટનું યાદ છે. અને આજે પણ તાજુ છે. આ વાત, તેમણે એક સામિયકને આ વાત કરી હતી.
-સુહાગરાત્રે શું કર્યું તે પળે-પળનું બ્રિટનના PMને છે યાદ!
-રોમાન્સને જાળવી રાખવા માટે અજમાવે છે ચોક્કસ ઉપાય
'નાઉ મેગેઝીન' સાથે વાતચીતમાં કેમરુને કહ્યું હતું કે, સમંથા સાથે લગ્ન તેમની જીંદગીના 'સૌથી યાદગાર 24 કલાક' હતા. ડેઈલી મેઈલે કેમરુનને ટાંકતા કહે છે કે, "હનીમુનની પહેલી રાત્રીનું બધું મિનિટ બાય મિનિટ યાદ છે."જ્યારે ઈન્ટર્વ્યુ લેનારે કહ્યું કે, "વડાપ્રધાને ઘણી બધી માહિતી આપી દીધી ત્યારે કેમરુને "કલાકે-કલાક"નું યાદ હોવાનું કહ્યું હતું.
કેમરુને દામ્પત્ય જીવનને જીવંત રાખવા માટે કેટલીક વાતો પણ કરી હતી. વર્ષ 1996માં લગ્ન કર્યા હોવા છતાં, દામ્પત્ય જીવનમાં રોમાન્સને જાળવી રાખવા માટે તેઓ પ્રયત્નશીલ રહે છે અને અઠવાડિયામાં એકાદ વખત 'ડેટ નાઈટ' માટે જાય છે. મોટાભાગે કેમરુન દંપતિ કિંગ્સ્ટનની ઈટાલિયન રેસ્ટોરન્ટમાં ભોજન લે છે. ઉપરાંત, વેલેન્ટાઈન-ડે પર પત્ની સમંથાને ડેટ પર લઈ જાય છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.