- અમેરિકાના વૈજ્ઞાનિકોની ક્રાંતિકારી શોધ, કોમ્પ્યુટર પ્રોગ્રામની લેવાઇ સહાય
- તમે કોઇ વિચારોને વાંચીને તેને સાંભળી પણ શકો છો
- મગજના તરંગોને કોમ્પ્યુટરની મદદથી ધ્વનિ તંરગોમાં બદલાયા
- ધ્વનિ તરંગોને ડીકોડ કરી બોલાયેલા શબ્દો અને વાક્યોના રૂપમાં સંભળાયા
અમેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેણે મગજમાંથી નીકળનારા તરંગોને સાંભળવા તરફ પહેલું પગલું ભર્યું છે. જેનાથી એ શક્ય થશે કે કોઇ વ્યક્તિ કશું બોલે તે પહેલા જ એ જાણી શકાશે કે તે શું બોલવા જઇ રહ્યો છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના શોધકર્તાઓએ મગજમાં કેટલાક ઉપકરણો લગાવીને એક કોમ્પ્યુટર પ્રોગ્રામની સહાયતાથી આ શક્ય કરી બતાવ્યું છે.
શોધના પરિણામોથી એ અપેક્ષા જાગી છે કે આગામી દિવસોમાં મગજ સાથે સંબંધિત બિમારીઓથી પરેશાન લોકો માટે અથવા બોલી શકવામાં અસક્ષમ લોકોની વાતો સમજવામાં સરળતા રહેશે.
- વિજ્ઞાનકથાની જેમ
આ કોઇ વિજ્ઞાનકથા જેવું છે જેમાં તમે કોઇ વિચારોને વાંચીને તેને સાંભળી પણ શકો છો એટલે કે તમે કોઇ વ્યક્તિના મગજ સાથે સીધી વાત કરી શકો છો.
વૈજ્ઞાનિકોએ આ ઉપકરણ મગજના એ હિસ્સામાં લગાવ્યું હતું જે ભાષાને લઇને જટિલ વિદ્યુતીય તરંગોના રૂપમાં સંકેત આપતો હતો પછી આ તરંગોને કોમ્પ્યુટરની સહાયથી ધ્વનિ તરંગોમાં બદલીને તેને ડીકોડ કરીને બોલાયેલા શબ્દો અને વાક્યોના રૂપમાં સાંભળ્યા એટલે કે શોધકર્તાઓ એ વાત સાંભળી રહ્યા હતા જે એ વ્યક્તિ વિચારી રહ્યો હતો.
શોધકર્તાઓ માની રહ્યા છે કે એ એવા લોકો માટે વરદાન સાબિત થઇ શકે છે જે કોઇપણ પ્રકારની પોતાની વાત જાહેર કરી શકવા માટે અસક્ષમ હોય.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.