જો તમે પણ સાચા પ્રેમની રાહ જોઈ રહ્યાં છો, તો તમારા પાર્ટનર સાથે નજદીકીયો વધારતાં પહેલા થોડી રાહ જોવો. નિશ્ચિતપણે નજદીકીઓ વધારતા પહેલા એકબીજાને સારી રીતે જાણી લેવું સંબંધોને મજબૂત કરે છે.
તાજેતરના એક અભ્યાસ પ્રમાણે માત્ર થોડી મુલાકાતો પણ તમને તમારા સાચા પ્રેમ સાથે ભેટો કરાવી શકે છે. અભ્યાસમાં સામેલ 642 લોકોમાંથી 56 ટકા લોકોએ માન્યું છે કે શારીરિક સંબંધ બનાવતા પહેલા તેમણે સંબંધોમાં ગંભીરતા અને મજબૂતી લાવવા માટે સમય લીધો હતો.
તેનાથી તેમના સંબંધોમાં વિશ્વાસ અને પરસ્પર સમજદારીને સ્થાન મળ્યું છે. તેમાંથી 17 ટકા લોકો એવા પણ હતા, કે જેમણે પ્રેમ વગરના શારીરિક સંબંધોને જ મહત્વ આપ્યું હતું. આવા સંબંધો લાંબો સમય સુધી ટકી શક્યા નથી.
યૂનિવર્સિટી ઓફ આયોવાના પ્રોફેસર એન્થની પેકના જણાવ્યા પ્રમાણે, જે સંબંધોમાં શારીરિક સંબંધ બનાવતા પહેલા પરસ્પર સમજ વિકસિત થવાની રાહ જોવામાં આવે છે, નિશ્વિતપણે તેમને ઉચ્ચ ગુણવત્તાવાળા સંબંધો માનવામાં આવે છે. જો કે તેમણે એ પણ કહ્યું હતું કે પ્રેમમાં ઝડપથી સેક્સ સંબંધો સુધી પહોંચી જવું દરેક વખતે નકારાત્મક હોતું નથી.
સોશ્યલ સાયન્સ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત એન્થનીના અહેવાલ પ્રમાણે, લગ્ન પહેલા સુધી પ્રેમનો સમય સ્ક્રિનિંગ તંત્ર તરીકે કામ કરે છે. જોવામાં આવ્યું છે કે પ્રેમ વગર સેક્સ ઓછી ગુણવત્તાવાળા સંબંધની નિશાની છે. એન્થનીએ કહ્યું હતું કે સંભવ છે કે બે લોકો સડક પર મળે અને થોડી વાર બાદ તેમની વચ્ચે પ્રેમ થઈ જાય. તેઓ બાદમાં લગ્ન પણ કરી લે.