રશિયાની સરકારે દેશના લોકોએ વધારે પ્રમાણમાં સિગરેટ અને શરાબ પીવાની સલાહ આપી છે. રશિયાના નાણા મંત્રી એલેક્સી કુદરિને લોકોને સલાહ દેતા જણાવ્યું હતું કે આ ચીજોનું વેચાણ વધશે તો સરકારની આવકમાં પણ વધારો થશે.
કુદરિનને જણાવ્યા પ્રમાણે સિગરેટ અને શરાબ પી રહેલા લોકો દેશને વધારે મદદ કરી રહ્યા છે. કારણ કે તેઓ વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવા, જન્મ દર ઘટાડવા માટે તેમજ સામાજીક સેવાઓના વિકાસ માટે ઘણી મદદ કરે છે.
રશિયાની સરકારે હાલમાં જ આલ્કોહોલ અને સિગરેટ પરના ટેક્સમાં વધારો કરવાની જાહેરાત કરી છે. રશિયામાં સિગરેટ અને દારૂનું વેચાણ પહેલાથી જ વધારે છે. રશિયામાં 65 ટકા લોકો સ્મોકિંગ કરે છે, તેમજ સામાન્ય રીતે એક વ્યક્તિ વર્ષમાં 18 લીટર દારૂ ગટગટાવી જાય છે.