અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર માટે ચૂંટણી થઈ રહી છે જેમાં મિટ રોમનીને આંચકો લાગ્યો છે. કોલેરાડો, મિનેસોટાના કાકસ અને મિસોરીના પ્રાઈમરીમાં રિક સેન્ટોરમે જંગી જીત નોંધાવી છે. કોલોરાડો અને મિસોરીમાં રોમની બીજા સ્થાન પર જ્યારે મિનસોટામાં રૌન પોલ બીજા સ્થાન પર રહ્યાં હતા. અહીં રોમની ત્રીજા ક્રમ પર રહ્યાં હતા. ડાબેરી વિચારસરણી ધરાવતા સેંટોરમે આયોવા કાકસ જીતીને સુંદર શરૂઆત કરી હતી. જો કે, પછી તેઓ દોડમાં પાછળ રહ્યાં હતા.
મિસોરીના સેન્ટ ચાર્લ્સમાં વિજયના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, "આશા છે કે હું મજબુત ઉમેદવાર બની શકીશ. મિટ રોમની માટે હું કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે પડકાર બનવા નથી માંગતો પરંતુ, કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે બરાક ઓબામા સમક્ષ પડકાર બનવા માંગુ છું. "
રોમનીએ કહ્યું હતું કે તેઓ સેંટરોમને અભિનંદન પાઠવે છે. સાથે જ ઉમેર્યું હતું કે, તેઓ હિંમત હારશે નહીં અને લડત આપવાનું ચાલુ રાખશે. હજૂ આ સ્પર્ધા લાંબી ચાલશે તેવો દાવો તેમણે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સેંટરોમ તેમના ડાબેરી મતદારોને આકર્ષવા માટે તેજાબી ભાષણ આપે છે. તેમાં ઈરાન પર બોમ્બ ફેંકવા જેવા નિવેદનનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે રોમનીના પ્રચાર અભિયાન દ્વારા દુષ્પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવે તેવી પણ સંભાવના છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.