કેનેડાની એક મહિલા ફોટોગ્રાફરે અદભૂત કહી શકાય તેવા ફોટોગ્રાફ્સ પોતાના કેમેરામાં કેદ કર્યા હતાં. રોચેલ કોફી નામની બે બાળકોની માતા એક મહિલા છેલ્લા છ વર્ષથી કેનેડાના અલબેર્તા ખાતે આવેલા કેમરોન ધોધની મુલાકાત લેતી હતી. દર વખતે તે પોતાના કેમરામાં કુદરતના સુંદર નજરાને કેદ કરતી હતી.
પરંતુ હાલમાં જ તેણે પોતાના પતિ સાથે ફરી વખત આ ધોધની મુલાકાત લીધી હતી. પરંતુ દર વખતની જેમ આ વખતે ધોધમાંથી વહેતું પાણી સફેદ ન હતું. પરંતુ તેનો કલર બદલાઈને લાલ થઈ ગયો હતો. કોફીએ બે કલાક સુધી આવો નજારો જોયો હતો.
આવું કેમ થયું તેનું કારણ પણ જાણવા જેવું છે. હકીકતમાં ધોધની ઉપર ભારે વરસાદને કારણે લાલ રંગના કચરામાંથી પાણી આ ધોધમાં વહી રહ્યું હતું. જેના કારણે ધોધનું પાણી અચાનક લાલ રંગનું થઈ ગયું હતું.