>અમેરિકાના બંધારણ પ્રમાણે બાળકના જન્મ સાથે નાગરિકતાનો અધિકાર મળે છે
>ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા નાગરિકોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ
>રિપબ્લિકન સાંસદોએ જન્મના અધિકારને ચેલેન્જ કરવાનો નિર્ણય કર્યો
અમેરિકાના પાંચ રાજ્યોના રિપબ્લિકન સાંસદોએ જન્મ લેતાની સાથે નાગરિકતા પ્રાપ્ત થવાના અધિકારને ચેલેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. એરિઝોના, દક્ષિણ કેરોલિના, જ્યોર્જિયા, ઓક્લાહોમા અને પેન્સિલ્વેનિયાના રિપબ્લિકન સાસંદોએ અમેરિકાના સંવિધાન સુધારણામાં પરિવર્તન કરવાના પ્રયાસ શરૂ કર્યા છે. જે અંતર્ગત અમેરિકામાં જન્મ લેનાર બાળકોને જન્મની સાથે દેશની નાગરિકતા મળી જાય છે.આ જુથે ગઈકાલે કહ્યું હતું કે આવો પ્રયાસ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ મેળવનાર પ્રવાસીઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ છે જે અહીં આવીને પોતાના બાળકને જન્મ આપે છે. જેના કારણે તેના બાળકને અમેરિકાનું નાગરિકતા મળી જાય છે.
પેન્સિલવેનિયાના કાયદા નિર્માતા ડેરિલ મેટકાફે પત્રકારોને જણાવ્યું હતું કે સંવિધાનના 14માં સુધારા અંતર્ગત અમેરિકની નાગરિકતા સંપૂર્ણ રીતે તેની વફાદારીના આધારે છે નહીં કે તેના ભૌગોલિક ક્ષેત્ર પર. તેમનું કહેવું છે કે 14મું સંવિધાન સંશોધન એવા દરેક વ્યક્તિને અમેરિકાની નાગરિકતા આપે છે જે અહીં રહ્યો હોય અથવા તેનો જન્મ અહીંની ધરતી પર થયો હોય.
મેટકાફ અને તેના સહયોગીઓએ આવી જાહેરાત અમેરિકન કોંગ્રેસના 112માં સત્રની શરૂઆતની વચ્ચે કરી છે. પ્રતિનિધિ સભા પર રિપબ્લિકનોનું નિયંત્રણ છે, તો સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી ઘટી ગઈ છે.યોજનાબદ્ધ સમીક્ષાને સમર્થન આપનાર રિપબ્લિકનોએ કહ્યું હતું કે આશરે એક કરોડ બે લાખથી વધારે બાળકો જે ગેરકાયદેસર રીતે પ્રવેશેલા પ્રવાસીઓની દેણ છે તેમને ગેરકાયદેસર જાહેર કરવા જોઈએ. કારણ કે તેમના માતાપિતા અહીં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતાં.
પ્રતિનિધિ સભામાં ઓર્વાહોમાના સાંસદ રેન્ડી ટેરિલે કહ્યું હતું કે અમેરિકાની ધરતી પર જન્મ થતાની સાથે નાગરિકતા મળવાને કાયદાની ભાષામાં જસ સોલી કહેવામાં આવે છે. તેમજ તેણે વિદેશી લોકો માટે અમેરિકન કાયદો તોડવા માટે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે.