- રિક સેન્ટોરમ રાષ્ટ્રપતિપદના રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રિક સેન્ટોરમે વચન આપ્યું છે કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો ઇરાનના પરમાણુ સંયંત્રો પર હવાઇ હુમલો કરાવી દેશે જેથી તે પરમાણુ હથિયારોનું નિર્માણ ન કરી શકે.
પેન્સિલવેનિયાના પૂર્વ સાંસદ સેન્ટોરમે રવિવારે એક ટીવી ચેનલના સંવાદદાતાને કહ્યું કે જો તે દેશના રાષ્ટ્રપતિ બનશે તો ઇરાનને કહેશે કે તે પોતાના પરમાણુ સંયંત્રોના નિરીક્ષણ માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો માટેના દરવાજા ખોલી નાંખે. તેણે કહ્યું કે જો ઇરાન આવું નહીં કરે તો તેના પરમાણુ સંયંત્રો પર હવાઇ હુમલો કરવાની સત્તાવાર મંજૂરી આપી દેશે.
સેન્ટોરમે કહ્યું કે તે જ્યાં સુધી રાષ્ટ્રપતિપદ પર રહેશે ત્યાં સુધી ઇરાન કોઇપણ સંજોગોમાં પરમાણુ હથિયાર નહીં બનાવી શકે. ઇરાન પહેલેથી જ કહેતું રહ્યું છે કે તે પોતાના સંયંત્રોમાં અસૈન્ય ઉપયોગ માટે પરમાણુ ઉર્જાનું ઉત્પાદન કરી રહ્યું છે અને પરમાણુ હથિયાર બનાવવાનો તેનો કોઇ ઇરાદો નથી પરંતુ અમેરિકા સહિત દરેક પશ્વિમી દેશોને આશંકા છે કે ઇરાન પરમાણુ હથિયારો વિકસાવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇરાને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની અવગણના કરતાં પોતાના પરમાણુ સંયંત્રોમાં ઉપયોગ માટે સ્વદેશી ટેકનિકથી પરમાણુ ઇંધણનું સફળ ઉત્પાદન અને પરિક્ષણ કર્યું હતું.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.