ચીનમાં અમુક લોકો દ્વારા સેક્સ લિબરેશનના નામે સેક્સ સંપ્રદાય ચલાવી રહ્યાનો કેસ સામે આવ્યો છે. ચીનની પોલીસે સેક્સ સંપ્રદાયના કાર્યાલય પર છાપો મારીને તેના નેતાની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઝિયામેન શહેરમાં સંપ્રદાયની અમુક મહિલાઓ ગ્રુપ સેક્સ જેવી પ્રવૃતિ કરી રહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સેક્સ સંપ્રદાયના નેતા ચેન કેયોંગે તેની અનુયાયી મહિલાઓને પોતાના સંપ્રદાયમાં કિશોરીઓને પણ લાવવાની વાત કહી હતી.
સેક્સ સંપ્રદાયમાં અનુયાયી મહિલાઓને સેક્સ અંગેની તાલિમ આપવામાં આવતી હતી. પોલીસને એવી માહિતી મળી હતી કે 54 વર્ષીય વ્યક્તિએ સેક્સ સંપ્રદાયની રચના કરી છે, તેમજ તે પોતાની કેટલિક મહિલા અનુયાયીઓ સાથે રહે છે તેમજ તેની સાથે ગ્રુપ સેક્સ જેવી પ્રવૃતિઓ કરે છે.
ચેનના ‘ગ્રીન લેન્ડ હેલ્થ કોમ્યુનિટીમાં’ જોડાવા માટે અમુક મહિલાઓ તો પોતાના પરિવાર અને કેરિયરને છોડીને આવી હતી. ચેનના અનુયાયીઓ કોર્સ માટે તેને પૈસા આપતા હતાં. બે દિવસના કોર્સ માટે 2500 યુઆન જ્યારે 21 દિવસના કોર્સ માટે 18,000 યુઆન જેટલી ફી વસુલ કરવામાં આવતી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાઓને તાલિમ દરમિયાન ગ્રુપ સેક્સ, ફ્રી સેક્સ અને વાઈલ્ડ ડાન્સ શીખવવામાં આવતો હતો. ચેને એવો દાવો કર્યો હતો કે તે ભારતના જાણીતા ધાર્મિક નેતા ઓશો રજનીશ અથવા શ્રી રજનીશ ભગવાનનો શિષ્ય છે.