આવનારો સમય આર્થિક દ્રષ્ટીએ જગત માટે મુશ્કેલ બની રહેવાનો છે. જેનો અંદાજ સંયુક્ત રાષ્ટ્રોના બજેટ પરથી પણ મુકી શકાય છે. વર્ષ 2012-2013ના વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રોના બજેટમાં પાંચ ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. પચાસ વર્ષના ઈતિહાસમાં આવું માત્ર બીજી વખત બની રહ્યું છે કે, જ્યારે વિશ્વની સર્વોચ્ચ સંસ્થાના બજેટમાં આગલા વર્ષની સરખામણીએ ઘટાડો કરવામાં આવ્યો હોય.
-મંદીની સીધી અસર
-UNના બજેટમાં પાંચ ટકાનો ઘટાડો
-અમેરિકા દ્વારા આપવામાં આવે છે 22 ટકા વહિવટી ખર્ચ
-5.15 અબજ ડોલરનું બજેટ
સપ્તાહંત દરમિયાન લાંબી ચર્ચાઓના અંતે 193 સભ્યોએ યુએનની સામાન્ય સભામાં 5.15 અબજ ડોલરના બજેટને મંજૂરી આપી હતી. વર્ષ 2010-2011 દરમિયાન 5.41 અબજ ડોલરનું બજેટ રહ્યું હતું. હતું.
સંયુક્ત રાષ્ટ્રોના મહાસચિવ બાન કી મુનના કહેવા પ્રમાણે,સંયુક્ત રાષ્ટ્ર સંઘ એ બાબત માટે કટિબદ્ધ છે કે, "થોડા માં પણ વધુ કરવું " વિશેષ કરીને જ્યારે અન્ય સરકારો અને લોકો આ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. બાનના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે દરેક વર્ષે બજેટ તૈયાર કરવું અઘરું હોય છે, પરંતુ આ વર્ષે વિશેષ સમસ્યા હતી. કારણ કે વિશ્વ સ્તર પર આર્થિક ખર્ચ પર કાપ મુકવાની વાત કરી છે.
બાનના કહેવા પ્રમાણે, મોટાભાગના સ્ત્રોતોને બજેટ કાપથી કોઈ ખાસ સમસ્યા સર્જાશે નહીં. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 44 પદ નાબુદ કરવામાં આવ્યા છે. ઉપરાંત પ્રવાસ પર ખર્ચમાં કાપ મુકવામાં આવી રહ્યો છે. અન્ય વહિવટી ખર્ચાઓ પર પણ કાપ મુકવામાં આવ્યો છે. એસેમ્બલીના અધ્યક્ષ નાસિર અબ્દુલઅઝીઝ અલ-નસિરે સંયુક્ત રાષ્ટ્રોની પહેલનું સ્વાગત કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રો ખાતે અમેરિકાના ડેપ્યુટી એમ્બેસેડર જોસેફ ટોરસેલાએ સંયુક્ત રાષ્ટ્રોની પહેલને ઐતિહાસિક ગણાવી હતી. અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્રોના વહિવટી ખર્ચનો 22 ટકા ભાગ ચૂકવવામાં આવે છે. છેલ્લે વર્ષ 1998માં આ પ્રકારની ઐતિહાસિક પહેલ કરવામાં આવી હતી.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.