- વિદ્રોહીઓએ ગદ્દાફીની પણ નિર્મમ હત્યા કરી હતી, સૈફના હાથમાં પાટા બાંધેલા છે
લીબિયાના ભૂતપૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફીના પુત્ર સૈફ અલ ઇસ્લામની જ્યારે ધરપકડ કરાઇ ત્યારે તેના જમણા હાથની આંગળીઓ પર પાટા બંધાયેલા હતા. સૈફની સારવાર કરનાર ડોક્ટરની વાત સાચી માનીએ તો તેની આંગળીઓ લીબિયાના વિદ્રોહીઓએ કાપી નાંખી છે.
જે હોસ્પિટલમાં સૈફને સારવાર માટે રખાયો છે ત્યાંના સર્જને કહ્યું કે તે દાવા સાથે તો ન કહી શકે પરંતુ સૈફને હાથમાં પહોંચેલી ઇજાની ગંભીરતા જ આ અંગે ઇશારો કરી રહી છે.
ડો. એન્ડ્રેય મુર્કોવસ્કીનું કહેવું છે કે સૈફને થયેલી ઇજા નાટોના મિસાઇલ હુમલાના કારણે નથી થઇ પરંતુ તેને બર્બરતાથી કાપી નાંખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે એનટીસીના સુરક્ષાદળો દ્વારા સૈફની ધરપકડ કરાઇ હતી. હવે તેની વિરૂદ્ધ લીબિયામાં જ કેસ ચાલશે. લીબિયાના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ કોશિશ કરશે કે સૈફને ફાંસીની સજા થાય.
એવી અટકળો થઇ રહી છે કે જે પ્રકારે વિદ્રોહીઓએ નિર્દયતાપૂર્વક તેના પિતા મુઅમ્મર ગદ્દાફીની હત્યા કરી નાંખી હતી તેવી જ રીતે સૈફને પણ નિર્મમ સજા આપી હતી. સૈફ પોતાનો રૂઆબ દેખાડવા માટે લોકોને આંગળીઓ બતાવતો હતો.
સૈફે આ વાતને રદિયો આપ્યો છે. તેનું કહેવું છે કે નાટો દ્વારા કરાયેલા હવાઇ હુમલા દરમિયાન તેને આ ઇજા પહોંચી હતી. લીબિયાના વિદ્રોહીઓએ તેને કોઇ પ્રકારનું નુકસાન નથી પહોંચાડ્યું.
ડોક્ટરે કહ્યું કે "સૈફે મને જણાવ્યું કે નાટોના હુમલા દરમિયાન તે ઘાયલ થયો હતો. હું તેની આ વાત પર ભરોસો કરી શકતો નહતો કારણ કે તેને માત્ર આંગળી સિવાય બીજે ક્યાંય ઇજા પહોંચી નહતી. જો તે હવાઇ હુમલામાં ઘાયલ થયો હોય તો આ શક્ય નથી."
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.