કેટલીક વાર જુના આર્કિટેકચરને જોઈને વિશ્વાસ નથી બેસતો કે તે એ લોકોને આધુનિક ટેક્નિકના ઉપયોગ વગર કેવી રીતે આટલી ચોકસાઈપૂર્વકની કારીગરી કરી હશે. ફ્રાન્સની ટ્રેગ્નોમાં એ મધ્યકાલીન ઇમારતનું ફરીથી નિર્માણ કરી આ સમજવાની કોશિશ કરાઈ રહી છે. ગુએડેલોન કેસલ આધુનિક મટિરિયલ અને ટેક્નિકનો ઉપયોગ કર્યા વગર ફરીથી બનાવી રહ્યા છે. બેશક આ રીતે કામ કરતાં વર્ષો નીકળી જશે. આ કામ ૧૯૯૭માં શરૂ કરવામાં આવ્યું હતું અને હજુ અડધું પણ થયું નથી.
આની પાસે સેન્ટ ફગ્યું કેસલના માલિક મિશેલ ગારિયાટના મગજમાં આ વિચાર આવ્યો હતો. આજે અહીં ૫૫ જણા કામ કરે છે અને એક પર્યટન કેન્દ્ર બની ગયું છે. દર વર્ષે ૩ લાખથી પણ વધારે લોકો જોવા માટે આવે છે. ફ્રાન્સના રાજા ફિલિપ્સ ૨જી ઓગસ્ટને ૧૨મી અને ૧૩મી સદીમાં આ રીતે ડિઝાઈન કર્યું હતું. આજે બિલકુલ એવું જ કામ થઈ રહ્યું છે. નિર્માણકાર્યમાં લાકડાં, માટી અને પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે.
આ કિલ્લામાં છ ટાવર બનાવવામાં આવશે. એક પથ્થરની ખાણ અને સૂકા તળાવ પાસે મટિરિયલની અછતનો સામનો કરવો નથી પડી રહ્યો. આશા છે કે ૨૦૨૦ સુધી આ નિર્માણકાર્ય પૂરું થઈ જશે.