"હું નથી જાણતો, મારા ડીએનએ મહિલાની ગુપ્તાંગમાં ક્યાંથી આવ્યા"
પોલીસે ગુરમીત સિંઘના લીધેલા નિવેદનને કોર્ટમાં જાહેર કરવામાં આવ્યું
મે, 2011માં મહિલા પેસેન્જર પર બળાત્કાર અને તેને લૂંટી લેવાના આરોપસર ધરપકડ કરાયેલા ન્યુ યોર્કના કેબ ડ્રાઇવર ગુરમીત સિંઘે પોલીસની પૂછપરછ દરમિયાન કંઇ પણ ખોટું કર્યું હોવાનો ઇન્કાર કર્યો છે. સિંઘે તપાસકર્તાઓને આપેલા નિવેદનને કોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું.
"ગુરમીતે કહ્યું હતું કે મેં કોઇનો રેપ કર્યો નથી, હું નથી જાણતો કે મારા ડીએનએ કેવી રીતે એ મહિલાના ગુપ્તાંગમાં આવ્યા."
અત્રે ઉલ્લેખનીય છે કે સિંઘ 1999થી ન્યુ યોર્કમાં કેબ ડ્રાઇવર છે, પણ તેનું લાઇસન્સ કેટલાક કારણોસર 2007માં કામચલાઉ રીતે સસપેન્ડ કરાયું હતું.
યુવતિની બળાત્કારની ફરીયાદ બાદ પોલીસે ટેકસી કમિશનના ઇન્સપેક્ટરના સ્વાંગમાં સિંઘની પાસે જઇ તેના ડીએનએ સેમ્પલ એકત્ર કર્યા હતા. આ સેમ્પલને યુવતિના શરીરમાં રહેલા ડીએનએ સાથે સરખાવતા તે મેચ થઇ ગયા હતા.