દેશના સૌથી મોટા સંરક્ષણ સોદા પર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. ફ્રાન્સની ડસાલ્ટ રફાઅલને મળ્યો છે. આ સોદા હેઠળ લગભગ 10.4 અબજ ડોલરના વિમાન ખરીદવામાં આવશે. દસ વર્ષના ગાળામાં ભારતને 126 લડાકૂ વિમાન સપ્લાઈ કરવામાં આવશે. રાફેલ વિમાને યુરોપીય સંઘના યુરોફાઈટર ટાફૂનને પછાડીને આ સોદો હાંસલ કર્યો છે. ડસાલ્ટ રાફલની બોલી યુરોફાઈટર કરતા ઓછી હોવાના કારણે, તેની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફ્રેન્ડ વિમાન મિરાજ 2000 અને રફાઅલ વચ્ચે સમાનતા હતી. રફાઅલ ઉપર પસંદગીનો કળશ ઢોળવાનું આ પણ એક કારણ હતું. વાયુસેનાના પૂર્વ પ્રમુખ ફાલી હોમી મેજર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીએ પણ પ્રશંસા વ્યક્ત કરી છે.
રફાઅલની ખાસિયત છે કે, તેમાં એક વખત ઈંધણ ભર્યા બાદ તે બેજીંગ સુધીની હવાઈ મુસાફરી કરી છે. વળી તે જમીન ઉપરાંત સમુદ્રમાં દરિયા પરથી પણ ઉડ્ડાણ ભરી શકે છે. સંરક્ષણ નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ વિમાન ભારતીય સેનામાં સામેલ થવાથી ભારતની ક્ષમતા અનેકગણી વધી જશે. વીડિયોમાં જુઓ રફાઅલના કરતબ.....
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.