9/11ની વરસી પર મુસલમાનોના પવિત્ર ગ્રંથ ‘કુરાન’ને બાળીને વિરોધ કરવાના એક કટ્ટરવાદી પાદરીના નિર્ણય વિરુદ્ધ મુસલમાનોનો ગુસ્સો વધી રહ્યો છે. ફ્લોરિડાના એક ચર્ચના પાદરી ટેરી જોન્સે 9/11ની વરસી પર કુરાનને બાળવાનો પોતાનો નિર્ણય બદલવાનો ઈનકાર કરી દીધો છે. કુરાન સળગાવવાની યોજનાની નીંદા કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે આવું કૃત્ય અલ-કાયદાના ભરતી અભિયાન માટે બોનસ સાબિત થશે. ઓબામાએ જણાવ્યું હતું કે કુરાન સળગાવવાથી હિંસા ફાટી નિકળવાની શક્યતા છે.
તેની સાથે સાથે અમેરિકા પર ખતરો વધી શકે છે. તેમજ પશ્ચિમના દેશોમાં અનેક જગ્યાએ આતંકવાદી હુમલા થવાની શક્યતા પણ વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હિંસાઓ વધશે. તેમજ આનાથી એવા લોકોનો પણ જન્મ થશે જે અમેરિકાન અને યૂરોપના શહેરોમાં પોતાને ઉડાવી દેવા માટે તૈયાર થશે. અમેરિકાના ચર્ચના એક પાદરીના આવા નિર્ણયને કારણે પુરી દુનિયા અને ખાસ કરીને મુસ્લિમ જગત ગુસ્સામાં છે.
*