આજથી પહેલા તમે કદી માણસોને જ્વાળામુખીની અંદર જતા નહીં હોય, પરંતુ આજે અમે તમને એવી તસવીરો બતાવવાના છીએ, જે જોઇને તમે ચોંકી જશો.
જી હા, ઈન્ડોનેશિયાના જાવા દ્વીપ ખાતે આવેલી બ્રોમો પર્વતીય શ્રેણીના આ જ્વાળામુખીમાં લોકો ખાવાનો સામાન પધરાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દે છે.
વાસ્તવમાં ટેંગ્રેસે લોકો દ્વારા જાવા દ્વીપમાં આવેલા પ્રોવોલિંગોમાં યાદન્યા કસાદા નામનો એક હિન્દુ ઉત્સવ મનાવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન જ્વાળામુખીમાં શ્રદ્ધાના ભાગરૂપે ફળો અને શાકભાજીથી માંડીને જાનવરોનો પણ ભોગ ચડાવવામાં આવે છે.
*