‘વિદ્યાર્થીઓ માટે વેબકેમેરા સમક્ષ સેક્સ્યુઅલ પ્રવૃત્તિ કરીને નાણાં કમાવાની તક છે’
રોષે ભરાયેલી યુનિવર્સિટીઓ ગાઇડ પ્રસિદ્ધ કરનારી કંપની સામે પગલાં લેશે
હોલેન્ડમાં કોલેજના વિદ્યાર્થીઓની માર્ગદિર્શકામાં ઓનલાઈન સેક્સ વર્કરની નોકરીની જાહેરાત પ્રસિદ્ધ થઈ જતા હોબાળો મચી ગયો છે. અનેક કોલેજો રોષે ભરાઈ છે અને આ ગાઈડ પ્રસિદ્ધ કરનારી પ્રકાશક કંપની સામે કાનૂની પગલાં લેવા વિચારી રહી છે.
કોલેજના વિદ્યાર્થીઓને વિવિધ કોર્સ અને એડમશિન અંગેની માહિતી સાથેની ‘સ્ટુડન્ટ ઈન્ફર્મેશન ગાઈડ ૨૦૧૦-૧૧’ તાજેતરમાં વિદ્યાર્થીઓને વિતરીત કરવામાં આવી હતી. તેમાં એક આશ્ચર્યજનક અને આઘાતજનક એડવર્ટાઈઝમેન્ટ જોવા મળી હતી. આ એડવર્ટાઈઝમેન્ટમાં લખાયું હતું : વિદ્યાર્થીઓ માટે વેબકેમેરા સમક્ષ સેક્સ્યુઅલ પ્રવૃત્તિ કરીને નાણાં કમાવાની તક છે. આ ગાઈડ મીડિયાડેમ બીવી નામની કંપનીએ પ્રસિદ્ધ કરી છે.
જોકે લીડેન યુનિવર્સિટીએ આ ગાઈડ સાથે તેને કોઈ લેવા દેવા નથી તેમ કહ્યું છે અને તે મીડિયાડેમ સામે ફરિયાદ દાખલ કરશે તેમ કહ્યું છે. અન્ય બે યુનિવર્સિટીઓએ પણ આ સેક્સ વર્કર અંગેની જાહેરાત સામે ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું છે.
મીડિયાડેમના ડિરેક્ટરે કબૂલ્યું છે કે તેમની કંપનીએ આ એડ્ પ્રસિદ્ધ કરીને ભૂલ કરી છે. જોકે તેમણે એક પ્રકારે તેનો બચાવ કરતા કહ્યું હતું કે તેમને ખબર ન હતી કે કિશોર વયના અને કોલેજમાં એડમશિન ન લીધું હોય તેવા વિદ્યાર્થીઓને પણ આ ગાઈડ વિતરીત કરાશે.