૧૯૩૦ની વૈશ્વિક આર્થિક મંદી પછી છેલ્લાં ત્રણ વરસથી આખા વિશ્વમાં વ્યાપ્ત ભીષણ આર્થિક સંકટથી જગતના શ્રીમંત રાષ્ટ્રો સહિત વિકસિત અને વિકાસશીલ દેશો ગંભીર અસર હેઠળ આવી ગયા છે. યુરોઝોનની નબળાઇ હેઠળના ગ્રીસ, સ્પેન, ઇટાલી, પોર્ટુગલના અર્થતંત્રની ઘેરી અસર અમેરિકાની કટોકટીભરી અર્થવ્યવસ્થાને બાનમાં લીધેલ છે.
‘સંયુક્ત રાષ્ટ્ર સંઘ-યુનો’એ ૨૦૧૦ની સાલમાં વૈશ્વિક આર્થિક વૃદ્ધ દર ૪ ટકા લેખાવ્યો હતો, તે નવા વરસ ૨૦૧૨ના પ્રારંભમાં જ ભયસૂચક ૨.૬ ટકાનો આંકયો છે. ‘આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ’ની યુરોઝોન માટેની ધિરાણ નીતિ અંગેની પાછીપાનીએ પરિસ્થિતિ વધુ સ્ફોટક બની છે. ૧૭ દેશોનું પ્રતિનિધિત્વ કરતાં યુરોઝોને ૨૦૦ અબજ યુરોના ધિરાણની ખાતરી આપી હતી. પરંતુ આંતરિક આર્થિક કટોકટીએ માત્ર ૧૫૦ યુરો ફાળવી શક્યાં છે. યુરોપિયન સંઘની કંગાળ હાલતમાં અમેરિકાની દરમિયાનગીરીએ જર્મની અને ફ્રાન્સના સકારાત્મક પગલામાં બ્રિટને તેની નકારાત્મકતાએ તેમના ભાગના ૩૦ અબજ યુરોના ધિરાણને નકારતા વ્યાપકતાઓ યુરોપિયન સંગઠનની સધ્ધરતા અને વિશ્વસનીયતા માટે ચિત્ર વધુ ધૂંધળું બનાવ્યું છે.
છેલ્લા એક દાયકામાં સિલિકોન વેલી આસપાસના વિસ્તારોમાં ભારતીય સમુદાયના ૨૫૦,૦૦૦ (અઢી લાખ)ને આંબતી વસતીમાં માત્ર ગઢ વિસ્તાર ફ્રિમોન્ટ ઉપનગરમાં ૨૦૧૧માં બમણા થયેલ અદ્દભૂત વધારાએ ૩૮,૭૧૧ની વસતી છે. દક્ષિણ-પૂર્વ એશિયાઇ સમુદાયની દેખીતી ખાસ્સી ઉપસ્થિતિમાં ચીનના પાંચ વસાહતીઓ વચ્ચે સરેરાશ એક ભારતીય વસે છે.
પાંખી જણાતી ભારતીય સમુદાય ફ્રિમોન્ટની પડખેના સાન્તાકલારા કાઉિન્ટના પાલો આલ્ટો અને સાન્તાકલારા વિસ્તારના મુંબઇના એસ.વી. રોડ સમાન અનંત રાજમાર્ગ અલકામિનો રિયાલ ભારતીય સમુદાયથી ધકબતું મથક છે. અહીં ભારતીય ઝવેરીઓના વિશાળ શોરૂમો, કાપડ-રેડમેડના સ્ટોર્સો ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી વિશિષ્ટ વાનગીઓ પીરસતા આહારભવનોની હારમાળાઓ ચોપાટીની પ્રતીતિ કરાવે છે.
અમેરિકાના ૫૦ મુખ્ય મહાનગરોની સ્થાવર મિલકતોની કિંમતોની તુલનાએ આઇ-ટી રાજધાની સિલિકોન વેલી ત્રીજા ક્રમાંકે અને સાન ફ્રાન્સિસ્કો બંદર શહેર મધ્ય સ્થાને રહ્યું છે. રાષ્ટ્રના અર્થતંત્રની પારાશીશી સ્થાવર મિલકતોની કિંમતની સ્થિરતા લેખાવતાં અભ્યાસુઓના મતે બેંકોની સકારાત્મક ધિરાણ નીતિએ પારિવારિક નવાં રહેણાંક મકાનોના બાંધકામથી મધ્યમવર્ગના જીવનમાં નવી ચેતના ઉભરાવાની આશા વ્યક્ત કરી હતી. સિલિકોન વેલીના ઔદ્યોગિક, વ્યવસાિયક વિકાસની સાથે મકાનોની કિંમતમાં આવેલી સ્થિરતાએ ઉજજવળ ભવિષ્યની આશાસ્પદ સોનેરી ક્ષિતજિની એંધાણી આપી રહી છે.
૨૦૧૧માં સાન ફ્રાન્સિસ્કો, ઓકલેન્ડ અને ફ્રિમોન્ટ ઉપનગરોમાં ૪.૭ ટકાના નીચા દરે પહોંચેલી અકસ્યામતોની કિંમતોમાં સ્થિરતા જળવાઇ છે. દક્ષિણ બે-એરિયાની સિલિકોન વેલી સહિત કોન્ટ્રાકોસ્તા વિસ્તારોમાં ૨૦૧૧ના અંત સુધી અઢી ટકાએ ઘટેલ કિંમતમાં ૧.૬ ટકાનો સુધારો જોવા મળ્યો છે. સમગ્રતાએ ૨૦૦૮ની સાલમાં સિલિકોન વેલીના રહેણાંક વિસ્તારોમાં ૨૮ થી ૩૫ ટકાના અદ્દભૂત ઘટાડા સામે ૨૦૧૦થી સુધારા તરફી વલણની સામે બેંકોની કડક ધિરાણનીતિ અને થોકબંધ રોકડ રકમ ધારકોની લેવાલીની સ્પર્ધાત્મકતાએ મધ્યમવર્ગ સામે પડકાર ઊભો થયો છે.
અનુભવી નિરીક્ષકોના મતે બે દાયકા પૂર્વે હોંગકોંગમાંથી બ્રિટિશ શાસનના અંત પછીની અનિશ્ચિત્તાએ સિલિકોન વેલીમાં સ્થાવર મિલકતો ખરીદવાની હોડ જણાઇ હતી. છેલ્લાં ત્રણ વરસથી વૈશ્વિક તેજી-મંદીના ‘રોલર કોસ્ટર’ની અસ્થિરતામાં રાષ્ટ્રીય સ્તરે સ્થાવર મિલકતો પરત્વેની વધતી વિશ્વસનીતાએ ફરીવાર સિલિકોન વેલીમાં મકાનોની કિંમતમાં શરૂઆતમાં ૨.૧ ટકાના ઘસારો નોંધાયા બાદની અર્થતંત્રની સ્થિરતાએ ૦.૨ ટકાના સુધારા સાથેની ખરીદી વધુ આશાસ્પદ અને પ્રેરણાત્મક બની રહેલી છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.