વડાપ્રધાન મનમોહનસિંઘ અને તેમની સાથે બીજા અનેક મહત્વના લોકોને લઈ જઈ રહેલું એર ઈન્ડિયાનું વિશેષ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા આબાદ બચી ગયું હતું. ૨૬ જુને ટોરોન્ટોમાં એરપોર્ટ પર ઉતરાણ(લેન્ડિંગ)ની થોડી વાર પહેલાં જ વિમાનના આગળના ભાગને વીજળી લગભગ સ્પર્શીને નીકળી ગઈ હતી.
અત્યંત વિશિષ્ટ મહાનુભાવોનું આ વિમાન ફ્રેન્કફર્ટથી કેનેડા જઈ રહ્યું હતું. વિમાન ખૂબ જ વજન ધરાવતું હોવાથી અને તેના આકારપ્રકારને કારણે મતલબ કે બોઈંગ ૭૪૭ હોવાને કારણે જ વીજળી તેના આગળના ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી. આ ઘટનાને કારણે વીવીઆઈપીના આ વિમાનના લેન્ડિંગમાં થોડો વિલંબ થયો હતો.
અગાઉ પણ આવી ઘટના બની હતી...
અગાઉ વર્ષ ૨૦૦૫માં ચૂંટણી પ્રચાર દરમિયાન કાર્યકારી વડાપ્રધાન ટોની બ્લેરનું વિમાન પણ વીજળી સાથે ટકરાયું હતું. ઘટના વખતે બ્લેર વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. જોકે એ દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું ન હતું.