- સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો કેવો ઉપયોગ થાય તેનો દાખલો
- પુત્રીનું નામ નક્કી કરવામાં માતા-પિતા અનુભવતા હતા ગૂંચવણ
- પોલમાં મુક્યા હતા ચાર નામ
- એક નામને 1310 મતો વધુ મળતાં તે નામ નક્કી કરાયું
પોતાની નવજાત પુત્રીનું નામ નક્કી કરવા માટે ગૂંચવણ અનુભવતા એક વિદેશી દંપતીએ ફેસબુક પર પોલ શરૂ કરીને પોતાના મિત્રો, પરિવારજનો અને અજાણ્યા લોકોની મદદ માંગી હતી.
ક્રિસ્ટલ લેકના ડેવ અને લીન્ડસે મેસ્કેએ ફેસબુક પર 'નેમ માય ચાઇલ્ડ' નામના શિર્ષક સાથે પોલ શરૂ કર્યો હતો. જેમાં તેણે પોતાની પુત્રી માટે ચાર નામો મુક્યા હતા. દંપતીએ પોતાની પુત્રી માટે મેકેન્ના, એડીલીન, મેડીલીન અને એમિલી એમ ચાર નામ સજેસ્ટ કર્યા હતા.
આ અંગે દંપતીએ કહ્યું હતું કે "પુત્રીના નામ અંગે અમે ખૂબજ ગૂંચવણ અનુભવતા હતા. પતિને મેડીલીન અને પત્નીને મેકેન્ના નામ ગમતું હતું. જેના લીધે અમે કોઇ એક નામ નક્કી કરી શક્યા નહતા. આ ગૂંચવણને લીધે અમે નક્કી કર્યું કે હવે અમે ફેસબુક પર જઇશું અને ત્યાં પોલ મુકીશું."
બાળકીના પિતાએ કહ્યું કે "જે રીતે સ્ટોક માર્કેટનું ટીકર જોતા હોઇએ છીએ તે જ રીતે હું પોલ મુક્યા બાદ વારંવાર તેને જોતો રહેતો હતો."
પોલ મુકાયા બાદ 31 જાન્યુઆરીએ જ્યારે બાળકીનો જન્મ થયો ત્યારે પોલના રિઝલ્ટ પ્રમાણે તેનું નામ મેડીલીન પાડવામાં આવ્યું. પોલમાં મેડીલીન નામને 1310 મતો વધુ મળ્યા હતા.
આ ઘટના બાદ બાળકીના પિતાએ ફેસબુક પર સૌનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે "થેંક યુ ટુ સો મચ ટુ એવરીવન વ્હુ વોટેડ."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.