અમેરિકામાં 'સિતારના સૂર' પંડિત રવિશંકર થયાં શાંત
Agency, Washington
| Dec 12, 2012, 09:43AM IST

વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું મંગળવારે નિધન થયું છે. બનારસમાં જનમેલ પંડિત રવિશંકરની ઉંમર 92 વર્ષ હતી. 7 એપ્રિલ 1920ના પંડિત રવિશંકરનો જન્મ થયો હતો. પંડિત રવિશંકરે ભારતીય શાસ્ત્રીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસેથી મેળવી હતી.
અમેરિકાના સેન ડિગોમાં શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. અમેરિકાના સમય પ્રમાણે, 4.30 કલાકે પંડિતે અંતિમ શ્વાસ લીધા. પંડિત રવિશંકરના નિધનના સમાચાર મળતા તેમના પ્રશંસકોમાં શોકની લહેર ફરી વળી હતી. તેમણે અનેક શાસ્ત્રીય તેમજ ફ્યુઝન આલ્બમ્સમાં સંગીત આપ્યું હતું. ઉપરાંત તેમણે રિચાર્ડ એટનબર્ગની ગાંધી, સત્યજીત રેની અપુ ટ્રાયોલોજી, ગુલઝારની મીરા અને મૃણાલ સેનની ગેસિસમાં સંગીત આપ્યું હતું.






