અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાનનું તહરીએ-એ-તાલિબાન પાકિસ્તાનની વર્તમાન સરકાર પાડવા માગે છે. આતંકવાદ નિરોધી બાબતોના દૂત ડેનિયલ બેન્ઝામિને જણાવ્યું હતું કે તાલિબાન અલકાયદાની તાકાત વધારવાનું એક મહત્વનું માધ્યમ છે.
આ ઉપરાંત અમેરિકાએ તહરીક એ તાલિબાનને બે સૌથી મોટા આતંકવાદીઓ હકીમુલ્લા મહસૂદ અને વલી ઉર રહેમાનું ઠેકાણું જણાવનાર વ્યક્તિને પચાસ લાખ ડોલર દેવાની જાહેરાત કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને તહરીક એ તાલિબાનને આતંકી સંગઠન અને તેના નેતાઓને વિદેશી આતંકવાદીઓ જાહેર કર્યો છે.
બેન્ઝામિને જણાવ્યું હતું કે તાલિબાન અને અલકાયદા વચ્ચે ગાઢ સંબંધો છે. તાલિબાનને અલ-કાયદા તરફથી માર્ગદર્શન મળે છે, તેમજ અલ-કાયદાએ પશ્તૂન વિસ્તારમાં સુરક્ષિત રહેવા માટે તાલિબાનની મદદની જરૂર છે. બંનેનું જૂથ અફઘાનિસ્તાનમાં નાટોના સૈનિકોને પણ નિશાન બનાવી રહ્યું છે.
તાલિબાને પાકિસ્તાનના અને અમેરિકાના અનેક સ્થળો પર કરવામાં આવેલા હુમલાની જવાબદારી લીધી છે. બેન્ઝામિને જણાવ્યું હતું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બનેઝીર ભુટ્ટોના મોત પાછળ પણ આ જ આતંકવાદી જૂથ જવાબદાર હતું.