અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ઘટ્ટસ્ફોટ કર્યો છે કે, અમેરિકા દ્વારા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, જો પાકિસ્તાનના કટ્ટરવાદીઓ દ્વારા ભારતની ધરતી પર કોઈ હુમલો કરવામાં આવ્યો તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. સાથે જ ઓબામાના વહિવટી તંત્રે પાકિસ્તાનની સરકારને કહ્યું હતું કે, તે કટ્ટરવાદીઓને મદદ કરવાની નીતિ પણ છોડી દે.
-USએ ચેતવેલું પાકને, બીજો હુમલો થશે તો મનમોહન નહીં આવે આડા -ઓબામાના પૂર્વ સુરક્ષા સલાહકારનો ઘટ્ટસ્ફોટ -ગંભીર પરિણમોની ચેતવ્યું હતું
જનરલ (રિટાયર્ડ) જેમ્સ જોન્સના જણાવ્યા પ્રમાણે, અમેરિકાના અધિકારીઓએ અનેક વખત પાકિસ્તાનના અધિકારીઓને જણાવ્યું હતું કે, કટ્ટરવાદીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાનું સરકાર છોડી દે. પીબીએસ નેટવર્ક પર ચાર્લી રોઝ શોમાં જોન્સે આ વાત કરી હતી. જોન્સના જણાવ્યા પ્રમાણે, નેશનલ સિક્યુરિટિ કાઉન્સીલના સાથીઓ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ જ વાત કહેવામાં આવી હતી. આ પ્રકારની નીતિના કારણે, પાકિસ્તાનના હાલ પણ રશિયા જેવા થશે તેવી આશંકા અમેરિકાએ સેવી હતી. જોન્સના કહેવા પ્રમાણે, "અમે કહ્યું હતું કે, હવે જો પાકિસ્તાનમાંથી કોઈ હુમલો ભારત પર થતો હશે તો વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ તેને અટકાવી શકશે. "
વર્ષ 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘ દ્વારા ધરવામાં આવેલી ધીરજની પણ જનરલ જોન્સે પ્રશંસા કરી હતી. જોન્સના કહેવા પ્રમાણે, પાકિસ્તાનને જણાવવામાં આવ્યું હતું કે, તે વિદેશી નીતિમાંથી એક મહત્વપૂર્ણ ભાગ એવા આતંકવાદને દૂર કરી દે. આતંકવાદી હુમલા છતાં ડૉ. મનમોહન સિંઘે કોઈ પ્રતિક્રિયા નહીં આપીને રાજકીય દૂરંદેશીનો પરિચય આપ્યો હતો. જે રાજકીય રીતે ખૂબ જોખમી હતો. ત્યારે પાકિસ્તાને દેશમાં કટ્ટરવાદને વકરવા દેવો ન જોઈએ. ચાહે તે ભારત તરફનો કટ્ટરવાદ હોય કે અફઘાનિસ્તાન તરફનો કટ્ટરવાદ હોય."
જોન્સના કહેવા પ્રમાણે, જો પાકિસ્તાન દ્વારા તેની કટ્ટરવાદી નીતિનો ત્યાગ કરવામાં આવે તો તેની આર્થિક સમસ્યાઓનો અંત આવી શકે તેમ છે અને સમાજમાં પરિવર્તન આવી શકે છે. કારણ કે, અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓએ પાકિસ્તાનને શરતી મદદ કરવા તૈયારી દાખવી હતી.
પાકિસ્તાન ખાતે અમેરિકાના રાજદુતે માંગણી કરી હતી કે, નાટોના હુમલા પછી પાકિસ્તાનમાં અમેરિકા વિરૂદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આથી, તેને શાંત પાડવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા માફી માંગવી જોઈએ. જો કે, અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓએ આ મરજી પર પાણી ફેરવી દીધું છે. તેમના કહેવા પ્રમાણે, નાટોના હુમલા અંગે પેન્ટાગોનના વડા અને વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન દ્વારા વાત કરવામાં આવી છે અને ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. હાલના તબક્કે તપાસ ચાલુ છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા આવી રીતે માફી માંગવી યોગ્ય નહીં રહે.
પાકિસ્તાનને તાલિબાન બનાવવાની ધમકી
મુંબઈ પર થયેલા 26-11ના આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવાનો હાથ છે. તેમના કહેવા પ્રમાણે, તેઓ પાકિસ્તાનનું તાલિબાનીકરણ કરશે.
જેડીયુએ પાકિસ્તાનના સૈનિકો ઉપર નાટોના હુમલાના વિરોધમાં લાહોરમાં વ્યાપક પ્રદર્શન કર્યું હતું. સંગઠનના નેતા અમીર હમઝાના કહેવા પ્રમાણે, "પાકિસ્તાનની સેના સાથે છે. અમે અમારા કાર્યકરોને તાલિમબદ્ધ લડવૈયા તરીકે કરીશું. પાકિસ્તાનની સેના અમારા સંગઠનની સાથે છે. પંજાબ યુનિવર્સિટી, સરકારી કોલેજો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી એમ દરેક સ્થળ પર માત્ર તાલિબાન જ હશે. "
તમારો મત
શું તમને લાગે છે કે, આ પ્રકારના નિવેદનોનો હવે કોઈ મતલબ રહે છે? શું પાકિસ્તાન ક્યારેય તેની આતંકવાદ તરફની નીતિને ત્યાગશે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.