Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

પાક.નું પહેલું લિવર ટ્રાન્સપ્લાન્ટ ભારતીય ડોક્ટરોએ કર્યું

 
Source: Agency, Lahore   |   Last Updated 12:30 AM [IST](12/02/2012)
 
 
 
 
Advertisement
 

ભારતીય અને પાકિસ્તાની ડોક્ટરોએ મળીને પાકિસ્તાનમાં સૌપ્રથમવાર લિવર ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કર્યું છે. લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટેશન(એસડીએલટી) નામની આ સર્જરી શુક્રવારે લાહોરની શેખ જાયેદ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ડોક્ટરોના અનુસાર એલડીએલટી ખૂબ જ સંવેદનશીલ અને જટિલ ઓપરેશન છે. તેમાં લિવર દાતા અને લેનારા બન્નેના જીવને જોખમ હોય છે. દિલ્હીની એપોલો હોસ્ટપિલના સિનિયર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર સુભાષ ગુપ્તા અને અન્ય ત્રણ સાથી ડોક્ટરો ઉપરાંત પાકિસ્તાનના ત્રણ ડોક્ટરોએ સાથે મળીને આ ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ પાકિસ્તાની ડોક્ટર તારિક બંગિશે જણાવ્યું હતું કે આ સફળતાની સાથે જ પાકિસ્તાનમાં એલડીએલટી યુગનો આરંભ થયો છે.


ખાનુમ મૌલા નામના દર્દીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમના નજીકના સંબંધી ઇરશદ બીબીએ લિવર ડોનેટ કર્યું હતું. બીજી સર્જરી ૪૫ વર્ષની આબિદા પરવીનની થઇ હતી. તેને તેના ૧૯ વર્ષના પુત્રએ લિવર દાનમાં આપ્યું હતું. પાકિસ્તાનની ડોક્ટરોની વિનંતીથી ભારતીય ડોક્ટરો આ ઓપરેશન કરવા પાકિસ્તાન ગયા હતા.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.