પાકિસ્તાનમાં રાષ્ટ્રીય સુરક્ષાને લઇને બનેલી સંસદીય સમિતિએ દેશના ગૃહ સચિવ અને વિદેશ સચિવ પાસે અમેરિકાના નેતૃત્વમાં નાટો સેના દ્વારા પાકિસ્તાનની હવાઇ સેનાનો ઉપયોગ કરી અફઘાનિસ્તાનમાં સૈન્યબળ જતા હોવાનો ખુલાસો માંગ્યો છે, જે અંતર્ગત તેમણે સવાલ પણ ઉઠાવ્યો છે કે નાટોને હવાઇ માર્ગનો ઉપયોગ કરવાની પરવાનગી આખરે કોના દ્વારા આપવામાં આવી છે.
આ સંસદીય સમિતિએ પાકિસ્તાનમાં અમેરિકાના નેતૃત્વમાં નાટો સેનાઓ દ્વારા તેમના જ હવાઇ માર્ગ ઉપયોગ કરીને અફઘાનિસ્તાનમાં જઇ રહેલ શસ્ત્ર સામ્રગી અને સૈન્યબળ અંગે પોતાની સખત નારાજગી વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 26 નવેમ્બરમાં નાટો સેનાએ પાકિસ્તાનની એક ચોકી પર હુમલો કરીને તેમના 24 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. જેના કારણે વ્યાપેલા વિરોધના પગલે સરકારે નાટો સેના માટે જમીન માર્ગ દ્વારા સૈન્યબળ અને શસ્ત્ર સામ્રગી પહોંચાડવા પર પ્રતિબંધ લગાડ્યો છે.
(ફાઇલ ફોટો - પાકિસ્તાન નેશનલ એમ્બસીનું એક દ્રશ્ય)
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.