પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 17નાં મોત અને 15થી વધુ ઘાયલ
Agency | Dec 17, 2012, 15:01PM IST

પાકિસ્તાનમાં અફઘાન સીમા પાસે આવેલ કબાયલી વિસ્તારમાં એક જોરદાર ધમાકો થયો હતો જેમાં 17 વ્યક્તિઓની મોત થઇ હતી. પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે વિસ્ફોટમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્ફોટ જમરુદ શહેરની પાસેના એક વિસ્તારમાં થયો હતો. ઘટનાને નજરે જોનારનું કહેવું છે કે જમરુદમાં એક કારમાં બોમ્બ ફાટવાથી આ ઘટના ઘટી હતી. જો કે કેટલાક રીપોર્ટ એવું કહે છે કે આ વિસ્ફોટ સરકારી ઓફીસ નજીક થયો હતો
ઘાયલ થયેલા લોકોને પેશાવરના એક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી.






