પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રઝા ગિલાની મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા ગિલાનીની સામે અદાલતના આદેશના અનાદરની નોટિસ કાઢવામાં આવી છે. કોર્ટે ગિલાનીને તા. 19 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવા કહ્યું છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના સાત જ્જોની બેન્ચે સરકાર સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે વીસ મિનિટનો સમય આપ્યો હતો. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો તેનાથી બેન્ચ સંતુષ્ટ થઈ ન હતી અને ગિલાનીને કોર્ટના અનાદરની નોટિસ ફટકારી હતી.
-પાકિસ્તાન: વડાપ્રધાન ગિલાનીને કોર્ટમાં હાજર થવા ફરમાન
-સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે ઘર્ષણ વધવાની વકી, વધી શકે છે સરકારની મુશ્કેલીઓ
સોમવારે કાર્યવાહી શરૂ થઈ એટલે સુપ્રીમ કોર્ટમાં એટર્ની જનરલ (એજી) મૌલવી અનવારુલ હક્કના કહેવા પ્રમાણે, તેમને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ તરફથી કોઈ નિર્દેશ નથી મળ્યા. આથી, કોર્ટે એજીને વીસ મિનિટની અંદર સૂચના અને નિર્દેશ મેળવવાનો આદેશ આપ્યો હતો.
પાકિસ્તાનની સાત જ્જોની બેન્ક વગદાર માણસો વિરૂદ્ધના ભ્રષ્ટાચારના કેસોને ફરીથી ખોલવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. આ કેસોને વર્ષ 2007માં તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે રાષ્ટ્રીય સુલેહનું જાહેરનામું (એનઆરઓ) બહાર પાડીને બંધ કરી દીધા હતા. કોર્ટે સેનાધ્યક્ષ જનરલ અસફાક પરવેઝ કિયાનીના કેસમાં સ્વતંત્ર તપાસ કરવા અંગેની વિનંતીને સ્વીકારી લીધી છે. જ્યારે સરકારની આ દલીલ ફગાવી દીધી, જેમાં તેમણે માંગ કરી હતી કે, સંસદીય પેનલ દ્વારા તપાસ કરાવવી જોઈએ.
બીજી બાજુ, સંસદના નીચેના ગૃહ નેશનલ એસેમ્બલીમાં પણ એક પ્રસ્તાવ પર સોમવારે મતદાન થાય તેવી સંભાવના છે. જેમાં 'લોકતંત્રને મજબુત કરવા અને રાજકીય નેતૃત્વ દ્વારા મજબુત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો' પર મંજૂરી અને સમર્થન માંગવામાં આવ્યા છે. જો આ પ્રસ્તાવને વિપક્ષનું સમર્થન નહીં હાંસલ થાય તો સરકારનું પતન નિશ્ચિત છે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.