અણ્ણા હજારેની જેમ જ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર સામે લડનારા પાકિસ્તાનના સમાજ સેવક જહાંગીર અખ્તરે પણ રાજકારણમાં ઝંપલાવી દીધું છે. પાકિસ્તાનમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને સૈન્ય પાછળ ભારે ખર્ચની સામે અનશન કરનારા જહાંગીર અખ્તર નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લિગ (એન)માં સામેલ થઈ ગયા છે.
અખ્તરે આ જાહેરાત કરતા કહ્યું હતું કે, "નવાઝ શરીફ જ એકમાત્ર એવા નેતા છે કે, જે પાકિસ્તાનને વર્તમાન સંકટમાંથી ઉગારી શકે છે. "માનવાધિકાર કાર્યકર્તા જહાંગીરના કહેવા પ્રમાણે, " નવાઝ શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા અને આગળ વધવા માટે ગરીબોની શિક્ષણ સહિતની બાબતો માટે નોંધપાત્ર કામ કર્યું છે. " જહાંગીર અખ્તરે વકીલોની લડાઈને પણ તેમનું સમર્થન જાહેર કર્યું હતું.
પાકિસ્તાનના 'અણ્ણા'એ સત્તારૂઢ પાકિસ્તાન પિપ્લસ પાર્ટીના રાજકારણ પર ટિપ્પણી કરી હતી. તેમના કહેવા પ્રમાણે, પીપીપી રાજનેતાઓની નહીં પરંતુ સામંતોની પાર્ટી છે. ઈસ્લામાબાદના વેપારી જહાંગીર અખ્તર અનેક વખત અનશન પર બેસી ચૂક્યાં છે. ત્યારે તેમણે ખરાબ વહિવટને અનશનનો મુદ્દો બનાવ્યો હતો. જહાંગીર અખ્તર અણ્ણાને સમર્થન જાહેર કરે છે, પરંતુ તેમના કહેવા પ્રમાણે, તેમના આંદોલનની પ્રેરણા અણ્ણા નથી.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.