અમેરિકા ભલે વિક્સિત અને સભ્ય રાષ્ટ્ર ગણાતું હોય, પરંતુ ત્યાંની વીસ ટકા મહિલાઓ જીવનમાં કોઈ અને કોઈ તપબક્કે બળાત્કારનો ભોગ બને છે અથવા તેમની સાથે બળાત્કારનો પ્રયાસ થાય છે. એક સર્વેમાં અમેરિકાના આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.
-અમેરિકાનું કડવું સત્ય: પાંચમાંથી એક મહિલા પર થાય છે રેપ
-વિક્સતિ અને સભ્ય ગણાતા રાષ્ટ્રનું સત્ય બહાર આવતા ચોકી ઉઠશો
સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલના સર્વેમાં આ બાબત સામે આવી હતી કે, 25 ટકા મહિલાઓ ઉપર તેમના પતિ અથવા સાથી યૌન અત્યાચાર કરે છે. સર્વે પ્રમાણે, અમેરિકામાં નોંધાયેલા લગભગ એક કરોડ વીસ લાખ કેસ નોંધાયા છે.
સીડીસીના નિષ્ણાતોએ જે આંકડા તારવ્યા તેમાંથી કેટલાક પ્રમુખ આંકડા આ પ્રમાણે છે.
-છેલ્લા બાર મહિનામાં દસ લાખ કરતા વધુ મહિલાઓએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
-સાંઈઠ લાખ કરતા વધુ મહિલાઓ કોઈ અજાણ્યા પુરૂષના પીછા કરાવવાથી પરેશાન છે.
-છેલ્લા એક વર્ષ દરમિયાન એક કરોડ વીસ લાખ કરતા વધુ મહિલાઓ દ્વારા અંતરંગ સાથી દ્વારા બળાત્કાર,શારીરિક હિંસા અને પીછો કરવા માટે ફરિયાદ નોંધાવી હતી.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.