વહેલો મારી શકાયો હોત લાદેન! જોકે, નહોતી મળી મજૂરી
Agency
| Aug 30, 2012, 15:10PM IST

-લાદેન અંગે સીઆઈએ ક્યારનીય હતી જાણકારી
-પોલીસ જાસૂસે લાદેન પર લખ્યું પુસ્તક
ઓસામા બિન લાદેનને મારનારી અમેરિકન સીલ ટીમમાં સામેલ પૂર્વ કમાન્ડોના આગામી પુસ્તક “નો ઈઝી ડે: ઓટોબાયોગ્રાફી ઑફ એ નેવી સીલ”માં લાદેનની મોત અંગે કેટલાય ઘટસ્ફોટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન કે પોલીશ જાસૂસ દ્વારા પણ લાદેનના મોત અંગે પુસ્તક લખાયું છે. જેમાં પણ ઘસ્ફોટોની પરંપરા યથાવત રાખવામાં આવી છે. પોલેન્ડમાં પ્રકાશીત થઈ ચુકેલા આ પુસ્તકમાં રહસ્યોદ્ધાટન કરતા જણાવાયું છે કે, અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી(CIA) અલકાયદાના પ્રમુખ લાદેને વર્ષ 1999માં જ મારી નાખવાની હતી. જોકે, ઉચ્ચ સ્તરે અનુમતિ ન મળતા લાદેનને મારવાનું અભિયાન સ્થગિત કરી દેવામાં આવ્યું.
પોલીશ જાસૂસ એલેક્ઝેન્ટર મેકોવ્સકી દ્વારા લખાયેલા આ પુસ્તકનું નામ “ફેરેન્ટી આઉટ બિન લાદેન” રાખવામાં આવ્યું છે. આ પુસ્તક જૂનમાં પ્રકાશીત કરાયું હતું. જોકે, હજું સુધી આ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરાયો નથી.
આ પહેલા લાંબા સમયથી એવું માનવામાં આવતું કે 9/11ના હુમલા પહેલા લાદેન જ્યારે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદી ગતિવિધિઓને સંચાલિત કરતો ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન તેને ઝડપવાની કેટલીય તકો ચૂકી ગયા હતાં. જોકે, પુસ્તકમાં જણાવાયા અનુસાર અમેરિકા પર આતંકવાદી હુમલો કર્યા બાદ લાદેન પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
મેકોવ્સકીના પુસ્તકમાં જણાવાયું છે કે, વર્ષ 1999ના આખરમાં એક એન્ટિ-તાલિબાન ગુરિલ્લાના સંગઠનના નેતા દ્વારા લાદેનને મારવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, તે ઓસામાને મારવાના બદલામાં 5 મિલિયન ડૉલરના ઈનામની માંગ કરી રહ્યો હતો, આ એ જ ઈનામ હતું જે લાદેન પર રાખવામાં આવ્યું હતું. પરંતુ, સીઆઈએ દ્વારા આ પ્રસ્તાવને ઉતાવળી પગલું ગણાવી ફગાવી દેવામાં આવ્યો હતો.
મેકક્લેચી ન્યૂઝ સર્વિસને આપેલા એક સાક્ષાત્કારમાં પુસ્તકના લેખક અને પૂર્વ જાસૂસ મેકોવસ્કીએ જણાવ્યું કે, અમને લાદેનના કંદહાર ખાતેને રહેઠાણની પૂરી માહિતી હતી. અમે એ પણ શોધી લીધું હતું કે તે પોતાની ગતિવિધિઓ દરમિયાન આવવા જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરતો હતો. પરંતુ, સીઆઈના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાદેનને મારવાની મંજૂરી નહોતી આપવામાં આવી. અને એટલે જ તેઓ સંબંધિત જાણકારી હોવા છતાં પણ કોઈ પગલું જ નહોતા ભરી શક્યાં.







